________________
: ૨૨ : ૪ પૂજાવિધિ—પંચાશક ગાથા-૪૪-૪૫
-
-
--
-
બે રીતે થાય છે. (૧) જિનપૂજાથી થતી અતિશયભાવવિશુદ્ધિથી સમય જતાં ચારિત્રમોહનીય ક્ષપશમ થવાથી ચારિત્રની પ્રાપ્તિ થતાં સર્વથા અસદુઆરંભની નિવૃત્તિ થાય છે. (૨) તથા જિનપૂજા થાય છે ત્યારે પણ જેટલો સમય જિનપૂજા થાય છે તેટલો સમય સંસારના અન્ય અસદુઆરંભે થતા નથી, અને શુભ ભાવ થાય તે નફામાં આથી જિનપૂજા દોષિત છે એમ કહેનારે જિનપૂજાથી અસઆરં. ભની નિવૃત્તિ થાય છે એ વાત બરાબર વિચારવી, જેથી તેને બોધ થાય અને તે જ પ્રમાણે સ્વીકાર કરી શકાય. (૪૩) પૂજથી પૂજ્યને લાભ ન થાય તે પણ પૂજકને લાભ થાય:
उवगाराभावम्मि वि, पुज्जाणं पूजगस्स उवगारो । मंतादिसरणजलणाइसेवणे जह तहेहं पि ॥४४॥
જેમ મંત્ર-વિદ્યા વગેરેની સાધનામાં સાધનાથી મંત્રવિદ્યા વગેરેને લાભ ન થવા છતાં સાધકને લાભ થાય છે. અગ્નિ આદિના સેવનથી અનિ આદિને લાભ ન થવા છતાં સેવન કરનારને (શીતવિનાશ આદિ) લાભ થાય છે, તેમ જિનપૂજાથી જિનને કોઈ લાભ ન થવા છતાં પૂજકને અવશ્ય પુણ્યબંધ આદિ લાભ થાય છે. (૪૪) જીવહિંસાના ભયથી પૂજા નહિ કરનારાઓની ઝાટકણી –
देहादिणिमित्तंपि हु, जे कायवहम्मि तह पयदृति । जिणपूयाकायवहंमि तेसिमपवत्तणं मोहो ॥ ४५ ॥
જે શરીર, સ્ત્રી, સંતાન, સંપત્તિ આદિ માટે ખેતી, વેપાર વગેરે દ્વારા જીવહિંસામાં પ્રવૃત્તિ કરે છે તેની જિન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org