________________
: ર૯૪ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૪૮
જેમ મોટા સમુદ્રમાં નાખેલું પાણીનું એકપણ બિંદુ અક્ષય બને છેeઘણા પાણમાં મળી જવાથી સુકાતું નથી, તેમ પૂજા જિનરૂપી (ગુણે રૂપી રન્નેના આધાર લેવાથી) ગુણસમુદ્રમાં અક્ષય બની જાય છે, અર્થાત્ મેષરૂપ અક્ષય ફલ આપવાથી જિનપૂજા અક્ષય છે. (૪૭) પૂજાથી થતા મહાન લાભઃ
उत्तमगुणबहुमाणो, पयमुत्तमसत्तमज्झयारम्मि । उत्तमधम्मपसिद्धी, पूयाए जिणवरिदाणं ।४८||
તીર્થંકરની પૂજાથી ઉત્તમગુણવાળા જિન (કે જિનના વીતરાગતા આદિ ગુણો) ઉપર બહુમાન થાય છે. જિન, ગણધર, ઇંદ્ર, ચક્રવતી વગેરે ઉત્તમ પ્રાણીઓમાં સ્થાન મળે છે, અર્થાત્ જિનપૂજાથી (ભાવવૃદ્ધિ થાય તે) પૂજા કરનાર તીર્થકર કે ગણધર આદિ બને, અને સંસારમાં ઇદ્ર વગેરે મહાન દેવ કે ચક્રવતી–રાજા વગેરે મહાન મનુષ્ય બને. તથા પૂજા કરતી વખતે પ્રકૃષ્ટ પુણ્યાનુબંધી પુણ્યકર્મને બંધ અને અશુભ કર્મોને ક્ષય થાય. પરિણામે ચારિત્રની પ્રાપ્તિ દ્વારા વીતરાગ અવસ્થાની પ્રાપ્તિ થાય.
[અહીં જિનપૂજાનું ફલ વર્તમાન ભાવ અને પરભવ એ બે દૃષ્ટિએ જણાવ્યું છે. પરભવમાં આધ્યાત્મિક અને ભૌતિક એ બે દષ્ટિએ ફલ જણાવ્યું છે. પરભવમાં આધ્યાત્મિક દષ્ટિએ તીર્થંકર પદ આદિ અને ભૌતિક દષ્ટિએ ઇંદ્રપણું આદિ
* આનાથી વિન, અંતરાય, વિપત્તિ વગેરે દૂર થતાં હોવાથી જિનપૂજાથી વર્તમાન ભવમાં પણ લાભ થાય છે એ જણાવ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org