________________
ગાથા-૩૩-૩૪ ૪ પૂજાવિધિ—પંચાશક : ર૭૭
=
=
=
છે. જ્યાં સુધી અહંકાર તીવ્ર હોય ત્યાં સુધી વાસ્તવિક કોટિને ધર્મ આવતા નથી. તીવ્ર અહંકારી જીવમાં વાસ્તવિક ધર્મ ન હોય એટલું જ નહિ પણ ધર્મ પામવાની લાયકાત પણ ન હોય. ધર્મનું મૂળ વિનય છે. અહંકાર ઘટયા વિના વિનય આવે નહિ. વિનય વિના ગુરુજનપૂજા પણ ન થઈ શકે. આથી દિલથી ગુરુજનની પૂજા કરનાર જીવમાં અહકાર ઘટયો હોવાથી ધર્મ પામવાની લાયકાત આવી છે એ સૂચિત થાય છે. ધર્મ પામવાની લાયકાત માટે કૃતજ્ઞતા ગુણ પણ જરૂરી છે. ગુરુજન પૂજાથી કૃતજ્ઞતા ગુણ પણ સૂચિત થાય છે. ગુરુજનની પૂજા કેવી રીતે કરવી તે અંગે યોગબિંદુ ગ્રંથ (ગા૦ ૧૧૧ વગેરે)માં નીચે પ્રમાણે જણાવ્યું છે- (૧) માતા, પિતા આદિને સવાર, બપોર અને સાંજ એમ ત્રણ વખત નમસ્કાર કરવો. કારણસર સાક્ષાત્ નમસ્કાર ન થઈ શકે તે મનમાં માતા આદિની સપષ્ટ ધારણ કરીને મનથી નમસ્કાર કરે. (૨) ગુરુજન બહારથી આવે ત્યારે 'ઊભા થવું, બેસવા આસન આપવું, વગેરે વિનય કરે. (૩)
ગુરુજન પાસે ઉદ્ધતાઈને ત્યાગ કરી એમનાથી નીચા આસને 'બેસવું-બેઠક નીચી રાખવી. પગ ઉપર પગ ન ચઢાવવા વગેર રીતે વિવેકથી બેસવું. (૪) ઝાડો-પેશાબ વગેરે કરતાં કે કે ઝાડો-પેશાબ વગેરેથી અપવિત્ર જગ્યામાં ગુરુજનના નામને ઉચ્ચાર ન કરે. (૫) જ્યારે પણ એમને અવશું. વાદ (-નિદા, પરાભવ વગેરે) ન સાંભળવો. (૬) વશક્તિ પ્રમાણે વસ્ત્ર, ભજન, અલંકાર વગેરે સારા આપવાં. (૭)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org