________________
: ૨૫૮ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા--૧૬
ઉત્તર- એમ કહેવું વ્યાજબી નથી. કારણ કે જીવાભિગમમાં નહિ જણાવેલ નિવેદ્ય, દીપક અને ગોચન વગેરે અહીં જણાવેલ છે અને જીવાભિગમમાં જણાવેલ પૂજાની સામગ્રી સંપૂર્ણ નથી. આથી જ જીવાભિગમમાં નંદાપુષ્કરિણી (વાવડી)ના પાણીથી પ્રક્ષાલન કરવાનું કહ્યું હોવા છતાં જબૂદ્વીપપ્રજ્ઞપ્તિમાં વિવિધ પ્રકારના પાણુથી અને (સુગંધી) માટી, તુવર વગેરે દ્રવ્યોથી પ્રક્ષાલન કરવાનું કહ્યું છે.
પ્રશ્ન- ઘી વગેરે દ્રવ્ય બગડવાથી ખરાબ ગંધવાળા થઈ જતાં હોવાથી તે દ્રવ્યથી પ્રક્ષાલન કરવું એગ્ય નથી.
ઉત્તર- ખરાબ ગંધવાળા પદાર્થોથી પૂજા નહિ કરવી જોઈએ, કિંતુ શુભ ગંધવાળા દ્રવ્યથી પૂજા કરવી જોઈએ એ વિષયમાં કોઈને વિવાદ નથી. ગંધ વગેરેથી સુંદર ઘી વગેરે દ્રવ્ય જિનપ્રતિમાની શોભા કરનારાં છે અને પૂજા કરનાર તથા પૂજા જેનારને ભાવલાસ કરનારાં છે. આથી ગંધ આદિથી સુંદર (ઘી વગેરે) દ્રવ્યોથી જ પ્રક્ષાલન કરવું જોઈએ, કારણ કે આ ગ્રંથમાં જ આગળ કહેશે કે “અન્ય કાર્યોનો ત્યાગ કરીને જેમ શોભે તેમ સારી રીતે પૂજા કરવી જોઈએ.”
(૧૪-૧૫) ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાનું કારણ पवरेहि साहणेहि, पायं भावो वि जायए पवरो। ण य अण्णो उवओगो, एएसि सयाण लट्ठयरो ।।१६।।
ઉત્તમ દ્રવ્યોથી પૂજા કરવાથી પ્રાયઃ ભાવ પણ ઉત્તમ જાગે છે, તે ભાવથી અશુભ કમનો ક્ષય થાય છે.
(૧૦ ભાટ ઉ૦ ૬ ગા૦ ૧૮૮ ) કહ્યું છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org