________________
: ૨૫૨ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૮
આવું તે ઘણા જીવો માટે બને છે. અભિગ્રહમાં પરિણામને ટકાવી રાખવાને ગુણ છે. અલંગ પરિણામથી અભંગ પુણ્યબંધ થાય છે. અભંગપુણ્યબંધ એટલે સતત પુણ્યબંધ. અભિગ્રહથી પૂજા કરે તે જ પુણ્ય બંધાય એમ નહિ, કિંતુ પૂજા ન કરે તે પણ પુણ્ય બંધ થાય અર્થાત્ સતત નિત્ય =પ્રતિદિન પુણ્યબંધ થયા કરે. કારણ કે અભિગ્રહના કારણે પૂજા કરવાના પરિણામ દરરોજ રહે છે. આ નિયમ કોઈપણ ધર્મના અનુષ્ઠાનમાં લાગી શકે. અભિગ્રહની મહત્તાના અનેક કારણોમાં આ પણ એક કારણ છે.).
પ્રશ્ન: બહારથી પૂજાને અભિગ્રહ હોવા છતાં અંતરમાં પૂજા કરવાના પરિણામ ન હોય એવું ન બને ? જેમ બહારથી સાધુવેશ હોય અને સંયમની ક્રિયા પણ થતી હોય, છતાં અંતરમાં સંયમના પરિણામ ન હોય એવું બને છે. તેમ અહીં પણ કેમ ન બને? જો તેમ બને તે અભિગ્રહથી પૂજાના પરિણામ અભંગ રહે જ એ નિયમ ક્યાં રહ્યો ?
ઉત્તરઃ- અભિગ્રહ હોવા છતાં અંતરમાં પૂજા કરવાને પરિણામ ન હોય એવું કઈક જ માટે બને. મોટા ભાગે તે અભિગ્રહથી પૂજા કરવાને પરિણામ અભંગ રહે. છે. આજે પણ પૂજાને નિયમ કરનારા મહાનુભાવે આવા પરિણામનો અનુભવ કરે છે. જીવની યોગ્યતાની ખામી આદિના કારણે અભિગ્રડ હોવા છતાં પરિણામ ન રહે તેથી અભિગ્રહની મહત્તા ઘટી જતી નથી (૮).
૪ આ પ્રશ્ન અને ઉત્તર ટીકામાં નથી. વિશેષ સ્પષ્ટતા માટે સ્વતંત્ર લખવામાં આવેલ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org