________________
: ૨૫૦ :
૪ પૂજાવિધિ—પંચાશક
ગાથા-૭
પ્રશ્ન – બીજી ક્રિયાઓ ભલે સીદાય, પણ સઘળા પાપોને નાશ કરનાર વીતરાગદેવની પૂજા તે બરાબર થાય છે ને? ધમી આત્માને પોતાને ધર્મ સચવાય એનાથી વધારે શું જોઈએ ?
ઉત્તરઃ- ગૃહસ્થ આજીવિકા બંધ થાય તે કાળે જિનપૂજા કરે તે અવસરે જરૂરી ઔચિત્ય આદિનું પાલન ન કરી શકે, ધનના અભાવે સ્વજનો દુઃખનાં કારણે આતધ્યાન આદિ કરે, ધર્મથી વિમુખ બની જાય, જૈનેતર પણ આવી પરિસ્થિતિ જોઈને ધર્મની નિંદા કરે, પોતે પણ વિકટ પરિ. સ્થિતિમાં મૂકાઈ જતાં આધ્યાન આદિ કરે. આમ પરિણામે ઘણું નુકશાન થાય. ડાહ્યો માણસ પરિણામ તરફ જુએ છે. ડાહ્ય માણસ વર્તમાનમાં લાભ દેખાય, પણ પરિણામે નુકશાન થાય. તેવા કાર્યને છેડી દે છે, અને જે કાર્યથી વર્તમાનમાં ડુંક નુકશાન હોવા છતાં પરિણામે લાભ દેખાય તે કાર્ય કરે છે. આ જ ભાવ અહીં છઠ્ઠી ગાથામાં જણાવે છે. સંસારમાં રહેલા જીવને ધર્મની અને વ્યવહારની ક્રિયાઓ વ્યવસ્થિત થાય એ માટે આજીવિકાનો ઉદ્યમ કરે પડે છે. સર્વથા નિઃસ્પૃહને તો સવવિરતિરૂપ સંયમ જ એગ્ય છે. સર્વવિરતિરૂપ સંયમ વિના સર્વથા નિસ્પૃહ બની શકાય નહિ. સંસારમાં રહેવું અને નિરપૃહ રહેવું એ ભસવું અને લોટ ફાકવા સમાન અશક્ય છે.(૭)
* અહીં ટીકાના ભાવને અનુસરીને વિશેષ સ્પષ્ટતા કરવા કંઈક વિવેચન કર્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org