________________
ગાથા૬-૭
૪ પૂજાવિધિપંચાશક
: ૨૪૯ :
અનુકૂળ હોય ત્યારે તેટલે બે ઘડી વગેરે સમય પૂજા કરવી જોઈએ. (૫) આજીવિકાના ઉપાયને ધકકો ન પહોંચે તે રીતે પૂજા શા માટે ? –
पुरिसेणं बुद्धिमया, सुहृवुड्डिं भावओ गणंतेणं ।
जत्तेणं होय व्वं, सुहाणुबंधपहाणेण ॥ ६ ॥ वित्तीवोच्छेयम्मि य, गिहिणो सीयंति सबकिरियाओ। णिरवेक्खस्स उ जुत्तो, संपुण्णो संजमो चेव ॥ ७ ॥ - પરમાર્થથી સુખવૃદ્ધિની ઈચ્છાવાળા બુદ્ધિમાન + પુરુષે તેવો પ્રયત્ન કરવો જોઈએ, કે જેથી કલ્યાણની પરંપરાને વિચ્છેદ ન થાય, કિધુ વૃદ્ધિ થાય. આજીવિકાના ઉપાયને ધક્કો લાગે તે કાળે પૂજા કરવામાં આવે તે કલ્યાણની પરં પરાને વિચ્છેદ થાય. (૬) કારણ કે તેમ કરવાથી આજવિકાને વિચ્છેદ થાય. આજીવિકાને વિરછેદ થતાં ગૃહસ્થની ધર્મની અને વ્યવહારની બધી ક્રિયાઓ સદાય. (=કેટલીક બિલકુલ બંધ થાય, કેટલીક જે રીતે થવી જોઈએ તે રીતે ન થાય.)
+ बुद्धिमानेव हि औचित्येन वर्तते इति बुद्धिमदग्रहणम् ।
૪ ગરીબ કે મધ્યમવર્ગના આરાધકો માટે આ અપવાદ છે. સ્થિતિસંપન્ન આરાધકેએ તે વેપારમાં થોડો ધક્કો પહોંચે તે પણ ત્રિકાળ જિનપૂજા કરવા પ્રયત્નશીલ બનવું જોઈએ. કારણ કે સ્થિતિસંપન્ન માણસોને કદાચ વેપારમાં થોડો ધક્કો પહોંચે તો પણ જીવનમાં તેની અસર થતી નથી. એથી અહીં આજીવિકાના ઉપાયને ધક્કો પહોંચાડવાથી પરિણમે જે નુકશાને બતાવ્યા છે તે થતાં નથી.
Jain Education International
For Private & Personal Use Only
WWW.jainelibrary.org