________________
: ૨૩૬ :
૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક
ગાથા–૪૩
-
લાભ થાય, વિશેષ લાભ ન થાય. આવી ઔષધિથી અપ થ્યપાલન આદિ અવિધિ કરવામાં આવે તો જેમ લાભ ન થાય તેમ નુકશાન પણ ન થાય. ભીલામ, પારો વગેરે કેટલીક ઉગ્ર ઔષધિઓ એવી છે કે જે તેનું સેવન પચ્યસેવન આદિ વિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી આરોગ્ય આદિ વિશેષ શુભ ફળ મળે. પણ જે તેનું સેવન અપથ્ય આહારભક્ષણ આદિ અવિધિપૂર્વક કરવામાં આવે તો લાભ તે ન જ થાય, બલકે ખણુજ, ફેડલી, મૃત્યુ વગેરે નુકશાન અવશ્ય થાય.
લૌકિકવંદના સામાન્ય ઔષધ સમાન છે. કારણ કે, લૌકિકવંદના વિધિપૂર્વક કરવામાં આવે તે પણ તેનાથી દેવલોકની પ્રાપ્તિ વગેરે સામાન્ય લાભ થાય, મોક્ષ આદિ વિશેષ લાભ ન થાય. તથા અવિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી જેમ કંઈ લાભ ન થાય તેમ કંઈ નુકશાન પણ ન થાય. જૈનવંદના ઉગ્ર ઔષધિ સમાન છે. કારણ કે જૈનવંદના વિધિપૂર્વક કરવામાં આવે છે તેનાથી આ લોકમાં ધન-ધાન્યાદિની વૃદ્ધિ, પરલોકમાં વિશિષ્ટ દેવલોકની પ્રાપ્તિ અને પરિણામે મેક્ષરૂપ વિશેષ શુભ ફળ મળે. તથા અવિધિપૂર્વક કરવામાં આવે તો તેનાથી ઉન્માદ, રોગ, ધર્મભ્રંશ વગેરે અનર્થ-નુકશાન થાય.
હવે આપણે પ્રસ્તુત ગાથાના અર્થ અંગે વિચારીએ. કોઈ વ્યક્તિ ઔષધનું સેવન કરે છે, અને સાથે અપથ્ય સેવન આદિ અવિધિ પણ કરે છે. છતાં તેને જેમ કોઈ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org