________________
ગાથા-૫૦
૩ રમૈત્યવંદનવિધિ-પંચાશક : ૨૪૩ ૪
કરવું જોઈએ, દુષમાકાળમાં વિધિ દુર્લભ છે, અર્થાત્ વિધિનું પાલન દુષ્કર છે, વિધિને જ આગ્રહ રાખવામાં આવે તે માર્ગને ઉછેદ થાય વગેરે કદાગ્રહથી મુક્ત બનીને અતિશય એલાન આદિને ઔષધપ્રદાન આદિનાં દષ્ટાંતે જેવાં. જેમ કેઈને ઔષધ આદિ આપવા તેની બાલ, યુવાન, વૃદ્ધ આદિ અવસ્થા જેવી પડે, અવસ્થા પ્રમાણે ઉચિતકાળે, ઉચિતમાત્રામાં, ઉચિત ઔષધ આપવામાં આવે તો લાભ થાય, અન્યથા અધિક નુકશાન થાય. તેમ સર્વ પ્રકારના કલ્યાણને કરવાના સ્વભાવવાળી પણ વંદના જે એગ્યને જ વિધિથી જ આપવામાં આવે અને લેનાર વિધિથી જ તેનું સેવન-આરાધન કરે તે જ લાભ કરે, અન્યથા નુકશાન કરે.
અહીં કેટલાક માને છે કે – શ્રાવકે (ત્યવંદનમાં). માત્ર “નમુત્થણ” સૂત્ર બોલવું યુક્ત છે. કારણ કે જીવાભિગમ વગેરે આગમમાં વિજયદેવ વગેરેએ માત્ર નમુત્થણુંથી ચિત્યવંદન કર્યું એમ જણાવવામાં આવ્યું છે જીવાભિગમમાં વિજયદેવે રાયપાસેણિયમાં સૂર્યાભદેવે, જમ્બુદ્વીપપ્રજ્ઞપ્તિમાં ઘકે, જ્ઞાતાધર્મકથામાં દ્રૌપદીએ એકસો આઠ લોકોની સ્તુતિ કરવા પૂર્વક માત્ર નમુત્થણું બોલીને ચિત્યવંદન કર્યું એમ સંભળાય છે. વિજયદેવ વગેરેનું આચરણ પ્રમાણભૂત હેવાથી અને ગણધર ભગવંત આદિના રચેલા સૂત્રોમાં નમુત્યુથી અધિક ચૈત્યવંદન કહેલું ન હોવાથી શ્રાવકને નમુથુણંથી અધિક ચિત્યવંદન નથી.
આનો ઉત્તર આ પ્રમાણે છે:- (૧) વિજયદેવદિનું આચરણ પ્રમાણભૂત છે એમ જે કહ્યું તે અયુક્ત છે. કારણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org