________________
ગાથા–૪૩ ૩
ત્યવંદનવિધિ—પંચાશક
: ૨૩૫ :
ફળ મળતું નથી. આથી જે ફળ શૈકિક વંદનાથી મળે છે તે જ ફળ આ વંદનાથી મળે છે. જે આ વંદનાથી મોક્ષાદિ ફળ મળતું હોય તે લૌકિકવંદનાના ફળથી અધિક ફળ મળે છે એમ કહેવાય. પણ તેમ તો છે જ નહિ. માટે લૌકિક વંદનાના ફળથી આ વંદનાનું ફળ જરા પણ અધિક નથી. (ર) ઉક્ત મતાંતરમાં ગ્રંથકારની સંમતિ:एयं पि जुज्जइ चिय, तदणारंभाउ तप्फलं व जओ । तप्पच्चवायभावो, वि हंदि तत्तो ण जुत्तत्ति ॥४३॥
કેટલાક આચાર્યોનો “ત્રીજા-ચોથા પ્રકારની વંદના જૈનવંદના નથી એવો મત પણ ઘટી શકે છે. કારણ કે તે બે વંદનામાં (અપુનબંધક અવસ્થા વગેરે) જે ભાવ જોઈએ તે ભાવ જ ન હોવાથી જૈનવંદનાની શરૂઆત જ થઈ નથી. આથી જ તે બે વંદનાથી જેમ જૈનવંદનાની આરાધનાથી મળતું આ લોકમાં ઉપદ્રને નાશ, ધન-ધાન્યાદિની વૃદ્ધિ, પરલોકમાં વિશિષ્ટ દેવલોકની પ્રાપ્તિ, અને પરિણામે મોક્ષરૂપ શુભ ફળ મળતું નથી, તેમ જૈનવંદનાની વિરાધનાથી મળતું ઉન્માદ, રોગ, ધર્મબંશ વગેરે દુષ્ટફળ પણ મળતું નથી.
આ વિષયને જરા વિસ્તારથી વિચારીએ. ઔષધિ બે જાતની હોય છે. સામાન્ય અને ઉગ્ર. ગળો વગેરે સામાન્ય ઔષધિનું વિધિપૂર્વક સેવન કરવામાં આવે તો સામાન્ય
+ ટીકામાં ન હોવા છતાં વિશેષ સ્પષ્ટતા કરવાના ઈરાદાથી આ વિવેચન લખ્યું છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org