________________
ગાથા-૨૯-૩૦ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૧ :
યથાપ્રવૃત્તિકરણ–યથા પ્રવૃત્તિ કરણ એટલે નદીઘોલ પાષાણુ ન્યાયે, એટલે કે કર્મક્ષયના આશય વિના, જેનાથી કર્મને ક્ષય (કર્મની સ્થિતિ ઘટે) તે અધ્યવસાય વિશેષ - સંસારી જીવોને કર્મક્ષય કરવાના આશય વિના પણ અનાદિકાલથી પ્રતિસમય (ઉદયમાં આવેલા ) કમને ક્ષય થઈ રહ્યો છે. આથી આ કરણ સંસારી જીવને અનાદિકાળથી છે, અપૂર્વ કરણની જેમ નવું નથી. આથી તેનું યથાપ્રવૃત્ત એવું નામ સાર્થક છે. યથા એટલે જેમ. પ્રવૃત્ત એટલે પ્રવર્તેલું. અનાદિ કાળથી જેવી રીતે પ્રવર્તેલું છે તેવી રીતે પ્રવર્તેલું. કર્મક્ષયના આશય વિના કર્મને ક્ષય જેનાથી થાય તે અધ્યવ
* જેમ નદીને પથ્થર હું ગેળ બનું એવી ઈચ્છા વિના અને એ માટે પ્રયત્ન વિના પાણી વગેરેથી આમતેમ અથડાઇને ગોળ બની જાય છે. તેમ હું કર્મક્ષય કરે એવા આશય વિના અને એ માટે કઈ પ્રયત્ન વિના થતા કર્મક્ષયમાં “નદીૉલપાપા ન્યાય લાગુ પડે છે. અહીં ધુણાક્ષર ન્યાય પણ લાગુ પડી શકે. લાકડામાં ઉત્પન્ન થનાર અને લાકડું ખાનાર કીડાને ઘુણ કહેવામાં આવે છે. તે કીડો લાકડાને કેરી ખાય છે. તેથી લાકડામાં આશયવિના પણ અક્ષરોને આકાર પડે છે. : અનાવિસ્ટાર કર્મક્ષurgવૃastવરાવિષ:
" (વિશેષ. ૧૨૦૩) * વિશેષાવશ્યક પંચસંગ્રહ વગેરે મૌલિક ગ્રંથોમાં યથાપ્રવૃત્ત” એવું નામ છે. પણ ગુજરાતી ભાષામાં “યથાપ્રવૃત્તિ” એવું નામ વધારે પ્રસિદ્ધ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org