________________
ગાથા–૩૭ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૩૧ :
પણ મુદ્રા ન હોય તે રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી. (૩૫) મુદ્રા હોય, પણ સુવર્ણ વગેરે દ્રવ્ય ન હોય તો રૂપિયો પૂર્ણ શુદ્ધ નથી, અને દ્રવ્ય એ બંનેથી રહિત રૂપિયે ચિહ્ન માત્ર છે રૂપિયાના ચાર પ્રકારથી ફળ રૂપિયાના પ્રકાર પ્રમાણે જ મળે છે. અર્થાત્ પૂર્ણ શુદ્ધ રૂપિયાથી પૂર્ણ ફળ મળે, અપૂર્ણ શુદ્ધ રૂપિયાથી કંઈક ઓછું ફળ મળે, અશુદ્ધ રૂપિયાથી જરાય ફળ ન મળે
પ્રશ્ન:- શું અશુદ્ધ રૂપિયાથી કંઈ ફળ ન મળે
ઉત્તરઃ- (ત્તા પર ) મુગ્ધ જીવેને છેત૨વા સિવાય કંઈ ફળ ન મળે. મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ મળે છે. ચૈત્યવંદનના પક્ષમાં- શુદ્ધ કે અશુદ્ધ વગેરે જે પ્રકારનું ચૈત્યવંદન હોય તે પ્રકારનું ફળ મળે. તથા જેમ ખોટા રૂપિયાથી બીજાઓને છેતરવાનું ફળ મળે છે, તેમ અશુદ્ધ ચૈત્યવંદનથી પણ (અભયકુમારને ઠગનાર વેશ્યા આદિની જેમ) બીજાઓને છેતરવાનું ફળ મળે છે. (૩૬) મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ અહીં વિવક્ષિત નથી; तं पुण अणत्थफलदं, णेहाहिगयं जमणुवओगित्ति। आयगयं चिय एत्थं, चिंतिज्जइ समयपरिसुद्धं ॥३७॥ મુગ્ધ જીવોને છેતરવા રૂપ ફળ અનર્થ ફલને આપનારું છે. આથી તે નિષ્ફલ હોવાથી અહીં વિવક્ષિત નથી અર્થાત સજજન-વિવેકી માણસે અનર્થ ફલને આપનાર ફલને ફલરૂપ કહેતા નથી. મુગ્ધ જીની છેતરામણી અનર્થ ફલને આપનારી હોવાથી ફલરૂપ નથી. આથી અહીં ધર્મશાસ્ત્રથી Lઃ છે:=વિગુત્તર !
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org