________________
ગાથા-૩૩
૩ ત્યવંદનવિધિ—પંચાશક : ૨૨૯
કુરતમાં ઉત્કૃષ્ટ અંતરકાળ અનંત [ અસંખ્ય પુદ્ગલ પરાવર્ત પ્રમાણ ] છે. સમ્યક્ત્વ, દેશવિરતિ અને સર્વવિરતિ એ ત્રણમાં ઉત્કૃષ્ટ અંતરકાળ દેશના અર્ધ પુદગલ પરાવર્ત પ્રમાણ છે. તીર્થંકર આદિની બહુ આશાતના કરનારને ઉત્કૃષ્ટ અંતર હોય છે.”
ભાવાર્થ – શુદ્ધ ચિત્યવંદનની પ્રાપ્તિ થયા પછી સંસાર દેશેન અધપુદ્ગલ પરાવર્તથી અધિક રહેતો નથી. તેટલા કાળમાં અનંતીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થાય નહિ. એને અર્થ એ થયો કે શુદ્ધ ચિત્યવંદનની અનંતીવાર પ્રાપ્તિ થાય નહિ. અનીવાર ચૈત્યવંદનની પ્રાપ્તિ થઈ છે એ વાત પણ નિશ્ચિત છે. એટલે માનવું પડે કે અન તીવાર પ્રાપ્ત થયેલું ચિત્યવંદન અશુદ્ધ હતું. (૩૨) પ્રસ્તુત વિધ્યને વિચારવા વિદ્વાનને ભલામણइय तंतजुत्तिओ खलु, णिरूवियव्वा बुहे हि एसत्ति । ण हु सत्तामेत्तेणं, इमीइ इह होइ णेवाणं ॥३३॥
આ પ્રમાણે આગમ અને યુક્તિથી મોક્ષાથી વિદ્વાનોએ ચિત્યવંદનનો વિચાર કરવો જોઈએ. કારણ કે ચિત્યવંદનની સત્તા માત્રથી, અર્થાત્ ગમે તેવું પણ ચૈત્યવંદન છે ને? એમ માનીને ગમે તેમ ચૈત્યવંદન કરવાથી, મેક્ષ ન જ થાય. અર્થાત્ અશુદ્ધ ચૈત્યવંદનથી મોક્ષ ન થાય, કિંતુ શુદ્ધ ચેત્યવંદનથી મોક્ષ થાય. માટે શુદ્ધ ચિત્યવંદનમાં આદર કરે જોઈએ. (૩૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org