________________
ગાથા -૨૫-૨૬ ૩ ચૈત્યવંદનવિધિ—પંચાશક : ૨૧૭ :
ઉક્ત વિષયનું અનુભવથી સમર્થન
अणुहव सिद्धं एयं, पायं तह जोगभावियमईणं । सम्ममवधारियव्यं, बुहेहि लोगुत्तममईए ॥२५॥
ધાર્મિક અનુષ્ઠાનમાં ભાવિત બુદ્ધિવાળા જીવોને પરમ આદરથી કરેલું શુભ અનુષ્ઠાન તેના ભાવની વૃદ્ધિ કરે છે એ વિષય શાસ્ત્રોક્ત રીતે (શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે તે પ્રમાણે) પ્રાયઃ અનુભવસિદ્ધ છે. આ વિષયને વિદ્વાનોએ જિનપ્રવચનાનુસારી બુદ્ધિથી સમ્યગ (-જેવા સ્વરૂપે છે તેવા સવરૂપે) વિચારે. (૨૫)
આ પંચાશકની પહેલી ગાથામાં (મુવિrriagfg વંવિદાઈ વોરામ=) “મુદ્રાઓની રચનાથી શુદ્ધ ચિત્યવંદન કહીશ” એમ કહ્યું છે. આથી હવે શુદ્ધ ચિત્યવંદનનું લક્ષણ જણાવે છે –
जिण्णासा वि हु एत्थं, लिंगं एयाइ हंदि सुद्धाए । णेवाणंगनिमित्तं, सिद्धा एसा तयत्थीणं । २६।।
ચૈત્યવંદનમાં જિજ્ઞાસા પણ શુદ્ધ વંદનાનું લક્ષણ છે કારણ કે મોક્ષના અથી જીવોમાં જિજ્ઞાસા મેક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિન નિમિત્ત તરીકે પ્રસિદ્ધ છે. અર્થાત્ મોક્ષના અથઓ જિજ્ઞાસાથી જ મોક્ષના કારણરૂપ સમ્યજ્ઞાનાદિને પામે છે.
* જેમ પૂર્વે ભાવવંદનના લક્ષણોમાં જણાવેલા “નિયત સમયે ચૈત્યવંદન કરવું' વગેરે શુદ્ધ વંદનાનાં લક્ષણ છે, તેમ જિજ્ઞાસા પણ સુવંદનનું લક્ષણ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org