________________
: ૨૦૮ :
૩ શૈત્યવંદનવિધિ—પંચાશક
ગાથા૧૬
તે પણ તે હાનિ હાનિને નાશ કરનાર છે. અર્થાત્ નિરુપક્રમ કર્મના ઉદયથી હાનિ થાય તે પણ હાનિમાં દીનતા, છેષ, ચિંતા, વ્યાકુલતા, ભય આદિનો અભાવ, તથા કર્મનું દેવું ઓછું થતું હોવાથી આધ્યાત્મિક પ્રસન્નતા રહેવાથી પરલેકમાં તેવી હાનિ થતી નથી. અર્થાત્ દીનતાદિથી તે કર્મબંધ થતો નથી કે જેનાથી પરલેકમાં ફરી હાનિ થાય. પરિણામે જલદી મોક્ષ મળે છે. આમ વિધિની કાળજીપૂર્વક ભાવથી ચૈત્યવંદન કરનારની આ લોક સંબંધી હાનિ (=આપત્તિ) પણ સઘળી હાનિઓને (=આપત્તિઓનો) નાશ કરનારી બને છે. નિરુપક્રમ કર્મના ઉદયથી કયારેક હાનિ થાય પણ. આથી જ સર્વોત્તમ સર્વવિરતિના પાલનમાં કાળજીવાળાઓને પણ વંદનાથી પ્રાણુનાશ વગેરે હાનિ (શાસ્ત્રમાં) સંભળાય છે. આથી જ અહીં પ્રાયઃ કહ્યું છે. (૧૫) અન્યધર્મોમાં પણ ચૈત્યવંદનની મહત્તા –
मोक्रवद्धदुग्गगहणं, एयं तं सेसगाण वि पसिद्धं । भावेयवामिणं खलु, सम्म ति कयं पसंगणं ॥१६॥
અન્યધર્મોમાં “મેક્ષમાર્ગદુગ્રહણ” (મોક્ષમાર્ગમાં કર્મરૂપ ચાર આદિથી રક્ષણ માટે પર્વત, વન, કિલા આદિને આશ્રય લેવા સમાન) તરીકે જે પ્રસિદ્ધ છે તે ભાવ ચિત્ય વંદન છે. કારણ કે ભાવચેત્યવંદન જ રાગાદિ શત્રુઓથી રક્ષણ કરવામાં સમર્થ છે. આ બાબત બબર વિચારવી. અન્યધર્મીઓએ કડી છે માટે ખાટી છે એમ કહીને ઉપેક્ષા ન કરવી. કારણ કે અન્યધર્મએ બધી જ બાબતમાં અસત્ય કહેનારા હોતા નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org