________________
ગાથા-૮ થી ૧૦ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૪૭ :
કુલ વગેરે પ્રસિદ્ધ (ગ્ય) આચારોનું ઉલ્લંઘન કરવું, વસ્ત્ર વગેરેથી હલકા માણસે કરે તેવી શરીરની શોભા કરવી એ લોકવિરુદ્ધ છે. કેટલાક આચાર્યોના મતે દેશ, કાલ, વૈભવ, વય, અવસ્થા આદિને અનુચિત દાન, તપ વગેરે કરીને લોકમાં જાહેરાત કરવી એ પણ લોકવિરુદ્ધ છે. કારણ કે લેક તે રીતે દાનાદિ કરનારને ઉપહાસ કરે અહીં લોકમાં જાહેરાત કરવામાં ગંભીરતાને અભાવ કારણ છે. રાજા આદિ તરફથી સારા માણસેને થયેલી આપત્તિમાં આનંદ પામ, સારા માણસની આપત્તિને છતી શક્તિએ પ્રતી કાર ન કરે વગેરે લેકવિરુદ્ધ કાર્યો જાણવાં. (આદિ શબ્દથી પશૂન્ય વગેરે સમજવું.) - જેની નિંદા કરવામાં આવે તે લોકનિંદા કરનાર પ્રત્યે વિરોધવાળો બને છે. માટે કોઈની પણ નિંદા લોકવિરુદ્ધ છે. અહીં કોઈની પણ નિંદા લોકવિરુદ્ધ છે એમ કહે. વામાં ગુણસંપન્ન આત્માઓની નિંદાને પણ સમાવેશ થઈ જાય છે, છતાં તેને જુદે ઉલ્લેખ એટલા માટે કર્યો છે કે સામાન્ય જીવોની નિંદા કરતાં ગુણસંપન્ન આત્માઓની નિંદા વિશેષ લોકવિરુદ્ધ છે. ગુણસંપન્નના પક્ષમાં ઘણું લોકો હોય છે. આથી તેની નિંદા કરનાર પ્રત્યે ઘણા લોકો વિરોધવાળા બની જાય છે.
ધર્મક્રિયા કરનારા છોમાં મોટા ભાગના લોકો મંદબુદ્ધિવાળા જ હોય છે. તેમના ધાર્મિક આચાર ઉપર આ લોકો પૂતથી ઠગાયા છે, (એમને કશી ગતાગમ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org