________________
: ૧૫૬ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૨૫-૨૬
તે તેની વિરાધનાથી દુર્ગતિ થશે. આટલું જ આ (મૂળ) ગ્રંથમાંથી જણાય છે. બાકીનું અન્ય ગ્રંથમાંથી કે વિશિષ્ટસંપ્રદાયથી જાણી લેવું. (૨૫) - અહીં કેટલાક આચાર્યો કહે છે કે – તે વખતે દીક્ષાથીએ કે બીજા કોઈએ ઉચ્ચારેલા શુભાશુભસૂચક સિદ્ધિ, વૃદ્ધિ વગેરે શબ્દોના આધારે, અથવા ક્રિયા કરતાં દીક્ષાથી "इच्छाकारेण तुब्भे दंसणपडिमं समत्तसामाइयं वा आरोह" વગેરે શબ્દોને કે ઉચ્ચાર કરે છે તેના આધારે, અથવા દીક્ષા આપનાર આચાર્ય “ મિ રમતમાળ વગેરે શબ્દને ઉચ્ચાર કે કરે છે તેના આધારે, દીક્ષાથની ગતિ-આગતિનું જ્ઞાન થાય છે. બીજા કેટલાક આચાર્યોનું કહેવું છે કે આચાર્યના મન આદિ ગોની પ્રવૃત્તિ ઉપરથી શુભાશુભ ગતિ જણાય છે. અર્થાત્ આચાર્યનું મન ક્રોધ, લોભ, મોહ, ભય આદિથી વ્યાકુળ ન હોય, અર્થાત્ પ્રફુલ્લિત હેય, ક્રિયા વિગેરેમાં ઉચ્ચારાતી વાણુ ખલના આદિ દેથી રહિત હોય, કાયાની ચેષ્ટા પણ ભય આદિથી
ખલિત ન હોય તો દીક્ષાથીની શુભ ગતિ અન્યથા અશુભગતિ જણાય છે. કેટલાક આચાર્યો કહે છે કે જે તે વખતે દીપક વગેરે અધિક પ્રજવલિત બને તે એની ગતિ જણાય છે, અન્યથા અશુભ ગતિ જણાય છે. કેટલાક આચાર્યો કહે છે કે- દીક્ષા થયા પછી દીક્ષાર્થીના શુભગોથી સભર ગતિ અને અશુભયોગથી અશુભ ગતિ જણાય છે. (૨૬)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org