________________
૩ ચૈત્યવંદનવિધિ પંચાશક બીજા પંચાશકમાં જિનદીક્ષાનો વિધિ કહ્યો. જિનદીક્ષાને સ્વીકાર કરનાર પ્રતિદિન જિનમૂર્તિ સમક્ષ ચિત્યવંદન કરવું જોઈએ. આથી હવે ચિત્યવંદનનો વિધિ કહેવા મંગલ વગેરેને નિર્દેશ કરે છે –
नमिऊण वद्धमाणं, सम्मं वोच्छामि वंदणविहाणं । उकोसाइतिभेयं, मुद्दाविण्णासपरिसुद्धं ॥ १ ॥
શ્રી વર્ધમાન સ્વામીને ભાવથી નમસ્કાર કરીને મુદ્રાઓની વિધિથી પરિશુદ્ધ ઉત્કૃષ્ટ, મધ્યમ અને જઘન્ય એમ ત્રણ પ્રકારના વંદનને વિધિ કહીશ. (૧) ચૈત્યવંદનના ત્રણ પ્રકાર:
णवकारेण जहण्णा, दंडगथुइजुयल मज्झिमा णेया।
संपुण्णा उकोसा, विहिणा खलु वंदणा तिविहा ॥२॥ ( ૪૦=) સ્તુતિપૂર્વક નમસ્કાર જઘન્ય વંદન છે. ( ૧૦)
અરિહંત ચેઈયાણું અને સ્તુતિ એ બે મધ્યમ વંદન છે. મધ્યમ ચૈત્યવંદનની આ વ્યાખ્યા નીચેની બૃહત્કલ્પની ગાથાના આધારે કરે છે. । निस्सकडमनिस्से वा, वि चेइए सव्वहिं थुई तिन्नि ।
वेलं च चेइयाणि य, गाउं एकिकिया वा वि ॥१८॥
“કોઈ એક ગચ્છનું મંદિર હોય કે સર્વ ગચ્છ માટે સાધારણ મંદિર હોય-એ બધા મંદિરોમાં ત્રણ સ્તુતિથી
જ આ પંચાશકમાં બધા સ્થળે વંદન” શબ્દથી ચૈત્યવંદન સમજવું.
+ નમુત્થણું, અરિહંતઈયાણું, લેગસ પુફખરવરદીવઢે, સિદ્ધાણું –બુદ્ધાણં એ પાંચની દંડક સંજ્ઞા છે. અહીં એક દંડક અને એક સ્તુતિ એ બે મળીને મધ્યમવંદન છે. એટલે “દંડક’ શબ્દથી અરિહંત ચેઈયાણું સમજી શકાય છે. કારણ કે તેના પછી સ્તુતિ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org