________________
: ૧૮૨ :
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક ગાથા-૩
-
-
-
-
-
-
-
-
(દીક્ષા અને ચોમાસી આદિ પર્વ દિવસ સિવાય ) તેને નિષેધ કેવી રીતે કરી શકે? (૨) બીજી રીતે વંદનના ત્રણ પ્રકાર
अहवा वि भावभेया, ओघेणं अपुणबंधगाईण । सव्वा वि तिहा णेया, सेसाणमिमीण जं समये ॥३॥
અથવા સામાન્યથી અપુન ધક, સમ્યગ્દષ્ટિ, દેશવિરતિ અને સર્વવિરતિનું (નાયિ) બીજી ગાથામાં જણાવેલ જઘન્યાદિ વંદના પરિણામના ભેદથી ત્રણ પ્રકારે જાણવું, અર્થાત્ અપુનબધકનું વંદન બીજી ગાથામાં જણાવેલ ત્રણ પ્રકારના વંદનમાંથી ગમે તે પ્રકારનું હોય, પણ તે જઘન્ય ચૈત્યવંદન છે. અપુનબંધક જઘન્ય વંદન કરે તો તે વંદન તો જઘન્ય છે જ, પણ મધ્યમ અને ઉત્કૃષ્ટ વંદન કરે તે પણ તેના તે બંને ચિત્યવંદન જઘન્ય છે. કારણ કે સમ્યગ્દષ્ટિ આદિની અપેક્ષાએ એના પરિણામની વિશુદ્ધિ ઓછી હેય છે. અવિરતિ સમ્યગ્દષ્ટિનું જઘન્યાદિ ત્રણે પ્રકારનું વંદન મધ્યમ છે. કારણ કે તેના પરિણામની વિશુદ્ધિ અપુનબંધકથી વધારે અને દેશવિરતિ આદિથી ઓછી એમ મધ્યમ હોય છે. દેશવિરત અને સર્વવિરતનું જઘન્યાદિ ત્રણ પ્રકારનું વંદન ઉત્કૃષ્ટ છે. કારણ કે અપુનબંધક અને અવિરત સમ્યદૃષ્ટિની અપેક્ષાએ એ બેના પરિણામ અધિક વિશુદ્ધ હોય છે.
અથવા અપુનબંધક આદિ પ્રત્યેકને આશ્રયીને પણ વંદનના ત્રણ પ્રકાર થઈ શકે છે. તે આ પ્રમાણે – અપુનબંધક જઘન્યાદિ ત્રણ પ્રકારના વંદનમાંથી ગમે તે વંદન જે મંદ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org