________________
ગાથા–૧૦ ૩ શૈત્યવંદનવિધિપંચાશક : ૧૯ :
ત્રીજી નિસીહિ - દ્રવ્યપૂજા કર્યા પછી ભાવપૂજા= રીત્યવંદન કરતાં પહેલાં ત્રીજી વાર નિસીહિ કહેવું. આ નિસીહિથી દ્રયપૂજા સંબંધી બધી પ્રવૃત્તિને મન, વચન અને કાયાથી નિષેધ થાય છે. હવે ભાવપૂજામાં-ચૈત્યવંદનમાં જ એકાગ્ર બનવાનું છે.
૨-પ્રદક્ષિણાત્રિક ભમતીની ફરતે જમણું (ભગવાનની જમણું અને આપણે ડાબી બાજુથી શરૂ કરી ત્રણ પ્રદક્ષિણા આપવી જોઈએ. આ પ્રદક્ષિણા આપવાની પાછળ અનાદિકાળના ભવભ્રમણને ટાળવાને હેતુ રહેલ છે. અનાદિકાળના ભવના ફેરા દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણની સાધનાથી ટળે છે માટે ભગવાનને ત્રણ પ્રદક્ષિણા આપવાની છે. ત્રણ પ્રદક્ષિણા દેતાં દેતાં ભવભ્રમણ આંખ સામે આવવું જોઈએ એ માટે પ્રદક્ષિણ દેતાં દેતાં મહાપુરુષોએ રચેલા પ્રદક્ષિણાના ગુજરાતી દુહા બોલવા જોઈએ.
૩-અણુમત્રિક(૧) અંજલીબદ્ધપ્રણામ ભગવાનના દર્શન થતાં જ મસ્તકે બે હાથ જોડી મસ્તક નમાવીને પ્રણામ કરવા તે અંજલીબદ્ધ પ્રણામ છે. જિનાલયમાં જતી વખતે અને વરઘોડા વગેરેમાં જિનમૂર્તિના દર્શન થતાંની સાથે જ અંજલિબદ્ધ પ્રણામ કરવા જોઈએ. દૂરથી સર્વપ્રથમ જિનાલય દેખાય ત્યારે પણ અંજલીબદ્ધ પ્રણામ કરવા જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org