________________
: ૨૦૦ : ૩ ચિત્યવંદનવિધિ—પંચાશક
ગાથા-૧૦
(૨) અવનત પ્રણામ :- અંજલિબદ્ધ પ્રણામ પૂર્વક કેડથી અર્ધા નમવું તે અર્ધવત પ્રણામ. ભગવાન સમક્ષ સ્તુતિ બોલતાં પહેલાં આ પ્રણામ કરવા જોઈએ. અર્થાત્ ભગવાન સમક્ષ અર્થાવગત પ્રણામ કરીને સ્તુતિ શરૂ કરવી જોઈએ.
(૩) પંચાંગ પ્રણામ - બે ઢીંચણ–બે હાથ એક મસ્તક એ પાંચ અંગે ભેગા કરી પ્રણામ કરવા તે પંચાંગ પ્રણામ. ચૈત્યવંદનમાં ત્રણ ખમાસમણું આપવામાં આવે છે તે પંચાંગ પ્રણામ છે.
૪– પૂજાત્રિક (૧) પુષ્પપૂજા - પુથી થતી પૂજા પુષ્પપૂજા છે. અહીં પુષ્પપૂજાના ઉપલક્ષણથી વસ્ત્ર, રત્ન વગેરે પણ પૂજા સમજી લેવી.
(૩) આહાર પૂજા – આહારથી થતી પૂજા આહારપૂજા છે. અહીં આહારના ઉપલક્ષણથી ફલ-નૈવેદ્ય પૂજા પણ સમજી લેવી.
(૩) સ્તુતિપૂજા :- સ્તુતિ, સ્તવન આદિથી ભગવાનના થાનું વર્ણન કરવું તે સ્તુતિપૂજા * ચૈત્યવંદન ભાષ્ય વગેરમાં પૂજાત્રિક આ પ્રમાણે છે.
(૧) અંગપૂજા – ભગવાનના અંગને સ્પર્શીને જે પૂજા થાય તે.
પંચાશક ૬-૨૬.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org