________________
: ૧૭૬૪ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૪૪
“મદ અને કર્મ ઉપર વિજય મેળવનાર, મન-વચનકાયાના વિકારોથી રહિત, અને ભૌતિક આકાંક્ષાઓથી રહિત સાધુઓને અહીં જ મોક્ષ છે.” (૪૩) જિનદીક્ષાવિધિનું મહત્વ –
दिक्वाविहाणमेयं, भाविज्जतं तु तन्तणीतीए ।। सइ अपुणबंधगाणं, कुग्गहविरहं लहुं कुणइ ॥४४||
આ જિનદીક્ષાવિધિની આગમ પ્રમાણે વિચારણા પણ સબંધક અને અપુનબંધકના કદાગ્રહનો ત્યાગ જલદી કરે છે. (જે વિચારણાથી પણ આટલો લાભ થાય છે તે આચ૨ણાથી અવશ્ય અધિક લાભ થાય.)
જે યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશે આવી ગયો છે, પણ ગ્રંથિનો ભેદ નહિ કરે અને ફરી એકવાર કર્મોની ઉત્કૃષ્ટ સ્થિતિને બંધ કરશે તે સબંધક છે. જે યથાપ્રવૃત્તિકરણથી ગ્રંથિદેશે આવી ગયું છે, તથા ફરી ઉત્કૃષ્ટસ્થિતિને બંધ નહિ કરે અને ગ્રંથિભેદ કરશે તે જીવ અપુનબધક છે. આ બંનેને ગ્રંથિભેદ થયો ન હોવાથી (=સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ ન હોવાથી) કદાગ્રહ સંભવે છે, પણ અવિરત સમ્યગ્દષ્ટિ વગેરે જેને કદાગ્રહ ન હોય.'
પ્રશ્ન:- અહીં સબંધક અને અપુનબંધક એ બેને જ ઉલેખ કેમ કર્યો ? માર્ગાભિમુખ અને માર્ગપતિતને ઉલ્લેખ કેમ ન કર્યો? શું તેમને કુગ્રહ ન હોય?
ઉત્તરા- માર્ગાભિમુખ અને માર્ગ પતિતમાં કદાગ્રહને સંભવ હેવા છતાં જિનદીક્ષાવિધિની ભાવનામાત્રથી તેમના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org