________________
ગાથા૨
૩ ચિત્યવંદનવિધિ—પંચાશક : ૧૭૯ ઃ
ચૈત્યવંદન કરવું. સમય અને ચિત્યને જાણીને, અર્થાત્ ચૈત્ય ઘણા હોય અને બધે ત્રણ સ્તુતિ કરવાથી સમય પહોંચે તેમ ન હોય તો બધે એક એક સ્તુતિથી ચિત્યવંદન કરે.”
| આ ગાથાની સાક્ષી આપવાને ભાવ એ છે કે આમાં મધ્યમ અને ઉત્કૃષ્ટ એમ બે પ્રકારનું ચૈિત્યવંદન બતાવ્યું છે, તેમાં ત્રણ સ્તુતિથી ચિત્યવંદન ઉત્કૃષ્ટ છે અને એક સ્તુતિથી મધ્યમ છે. કારણ કે એક સ્તુતિથી થતા ચૈત્યવંદનમાં અરિહતઈયાણું રૂપ એક દંડક સૂત્ર અને એક સ્તુતિ થાય છે.]
કેટલાક કહે છે કે- પાંચ દંડક સૂત્ર અને ચાર સ્તુતિથી મધ્યમ ચિત્યવંદન થાય છે. | (your sોતાક) સંપૂર્ણ વંદન ઉત્કૃષ્ટ ચિત્યવંદન છે, અર્થાત્ પાંચ દંડક સૂત્ર, ત્રણ સ્તુતિ અને પ્રણિધાન (જયવીયવાય) ના પાઠથી ઉત્કૃષ્ટ ચિત્યવંદન થાય છે.
પ્રશ્ન:- પાંચ દંડકથી થતા દેવવંદનમાં ચાર સ્તુતિ આવે છે. જ્યારે અહીં ત્રણ સ્તુતિ કેમ કહી છે?
ઉત્તર- કેટલાક ત્રણ સ્તુતિ જ માને છે, ચોથી સ્તુતિ અર્વાચીન (–નવી થયેલી) છે એમ માને છે. આથી અહીં ત્રણ સ્તુતિ માનનારના મત પ્રમાણે ત્રણ સ્તુતિ કહી છે.
પ્રશ્ન- કેટલાક ત્રણ સ્તુતિ શાના આધારે માને છે?
ઉત્તર- વ્યવહાર ભાષ્યની નીચેની ગાથાના આધારે માને છે.
तिमि वा कढई जाव, थुईओ तिसिलागिया । તાર તી પુજા, પોળ (ઉ૦ ૯ ગા૦ ૭૩)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org