________________
ગાથા-૪૦ ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક : ૧૭૩ :
ક્રિયા પ્રીતિથી કરવામાં આવે છે, જ્યારે માતાની ક્રિયા ભક્તિથી કરવામાં આવે છે. એથી માતાની ક્રિયામાં વિશેષ આદર હોવાથી વિશેષ કાળજીથી થાય છે. તેમ પ્રીતિ અનુષ્ઠાનથી ભક્તિ અનુષ્ઠાનમાં વિશેષ આદર હોવાથી શુદ્ધિ વિશેષ હોય છે. આમ પ્રીતિ–ભક્તિ અનુષ્ઠાનમાં ભાવની દષ્ટિએ ભેદ છે.” (૫) બેધદ્ધિનું કારણ–
विहियाणुट्ठाणाओ, पाएणं सव्वकम्मखउवसमा । गाणावरणावगमा, णियमेणं बोहवुढित्ति ॥४०॥ .
પ્રાયઃ દીક્ષાના આચારોનું સુંદર પાલન કરવાથી ઘાતી સર્વ કર્મોને સોપશમ થતાં જ્ઞાનાવરણીય કર્મને પણ ક્ષયોપશમ થવાથી બેધની વૃદ્ધિ અવશ્ય થાય છે. આથી બેધવૃદ્ધિ સમ્યગ દીક્ષાનું લિગ છે. અહીં મૂળ ગાથામાં સર્વશબ્દથી ઘાતી સર્વ કર્મો વિવક્ષિત છે. કારણ કે ઘાતી કમેને જ પશમ થાય છે કહ્યું છે કે –
मोहस्सेवोवसमो, खाओवसमो चउण्ह घाईणं । . उदयक्खयपरिणामा, अट्ठण्ड वि डंति कम्माणं ॥
પ્ર. સાગા૦ ૨૨૧ પંચસં. ૧૪૩ “ઉપશમ મોહનીયને જ થાય છે. ક્ષયોપશમ ચાર ઘાતી કર્મોને થાય છે. ઉદય, ક્ષય અને પરિણામ આઠે કર્મોનો થાય છે.”
કોઈક જીવને દીક્ષાના આચારોના પાલન વિના ભાવવિશેષથી જ જ્ઞાનાવરણીય કર્મને ક્ષયે પશમ થાય છે. માટે અહીં પ્રાયઃ કહ્યું છે. (૪૦)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org