________________
: ૧૪૬ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૮ થી ૧૦
છે. આમ દીક્ષારાગનાં ચિ, વિનાભાવ, અને ચિત્તસ્થિરતા એ ત્રણ લક્ષણ છે. તેમાં રુચિ મુખ્ય લક્ષણ છે. પ્રબળ રુચિમાં એવી તાકાત હોય છે કે તે દીક્ષા માં આવતા વિનાને નાશ કરી નાખે છે. આથી વિઘાભાવને પણ દીક્ષારાગનું લક્ષણ જણાવ્યું છે. કદાચ તેવા પ્રકારના નિરુપક્રમ કર્મોના ઉદયથી વિદ્ગોનો નાશ ન થાય તે પણ પ્રબળ રુચિવાળામાં ચિત્તની સ્થિરતા અવશ્ય રહે છે. અર્થાત્ વિધ્રો આવવા છતાં તેનું મન તેવું અસ્થિર બનતું નથી કે જેથી દીક્ષારાગ જ રહે. આથી ચિત્તસ્થિરતા પણ દીક્ષારાગનું લક્ષણ છે. (૭) લોકવિરુદ્ધ કાર્યો – सव्वस्स चेव जिंदा, विसेसओ तह य गुणसमिद्धाणं । उजुधम्मकरणहसणं, रीढा जणपूयणिज्जाणं ॥ ८ ॥ बहुजणविरुद्धसंगो, देसादाचारलंघणं चेव । उवणभोगो य तहा, दाणाइ वि पगडमण्णे तु ॥ ९ ॥ साहुवसणम्मि तोसो, सइ सामथम्मि अपडियारो य ।
एमाइयाणि एत्थं, लोगविरुद्धाणि णेयाणि ॥ १० ॥ - કોઈની પણ નિંદા કરવી એ લોકવિરુદ્ધ છે. તથા ગુણ સંપન્ન આત્માઓની =જ્ઞાનાદિગુણોથી સમૃદ્ધ આચાર્ય વગેરેની નિંદા કરવી એ વધારે લેકવિરુદ્ધ છે. મંદબુદ્ધિવાળા જીવોની સ્વબુદ્ધિ અનુસાર કરવામાં આવતી ધર્મક્રિયા ઉપર હસવું-મશ્કરી કરવી, પૂજય રાજા, મંત્રી, શેઠ, તેમના ગુરુ વગેરેનો તિરસ્કાર કર-મશ્કરી વગેરે કરવું, ઘણા લોકો જેની વિરુદ્ધ હોય તેને સંપર્ક કરે, દેશ-ગામ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org