________________
: ૧૪૮ : ૨ જિનદીક્ષાવિધિ—પંચાશક ગાથા-૮ થી ૧૦
નથી વગેરે કહેવું, જાહેરમાં ભૂલો કહેવી) વગેરે રીતે ઉપહાસ કરવાથી એ લોકો વિરોધવાળા જ બની જાય છે. - પ્રિયજન – જે ધમ છવ લોકવિરુદ્ધ કાર્યો કરે તો લોક તેની વિરુદ્ધ થાય. પરિણામે તેને મુશીબતમાં મુકાવું પડે, ધર્મ કરવામાં મુશીબત ઊભી થાય, મનમાં આતં-રૌદ્ર દયાન થાય, વિરુદ્ધ બનેલા લોકો પ્રત્યે દ્વેષભાવ જાગે, દેવગુરુ-ધર્મની નિંદા થાય.... આમ અનેક નુકશાન થાય. નિંદા આદિ કવિરુદ્ધ કાર્યો કરવા છતાં તેવા પુણ્યોદયથી કે તેવા સંયોગે આદિથી લોકો વિરુદ્ધ ન થાય એથી આ લેકની દષ્ટિએ નુકશાન ન થાય તો પણ અશુભ કર્મબંધ આદિથી પરલોકની દષ્ટિએ તે અવશ્ય નુકશાન થાય. નિંદા આદિથી આત્મામાં શુભ પરિણામ જાગે નહિ. જાગેલા પણ શુભ પરિણામ મંદ બની જાય કે જતા રહે એવું પણ બને. તથા લોકવિરુદ્ધ કાર્ય કરવાથી લોકેના ચિત્તમાં છેષ આદિ સંકુલેશ થાય. પરિણામે તેમને પણ અશુભકમને બંધ, ધર્મભાવનાનો હાસ કે સર્વથા અભાવ વગેરે અનર્થ થાય. આથી લેકવિરુદ્ધ કાર્ય કરનાર ધમ પરના પણ અનર્થનું કારણ બને છે. આમ લેકવિરૂદ્ધ કાર્ય કરવાથી સ્વ-પરને એકાંતે નુકશાન છે. આથી ધમી જીવે હિંસા આદિ બીજા પાપોને ત્યાગ
૪ [ ] આવા કાઉંસમાં આપેલું લખાણ ટીકામાં નથી. વિશેષ સમજુતી માટે સ્વતંત્ર રૂપે લખ્યું છે.
* लोकविरुद्ध त्याग:- लोकसंक्लेशकरणेन तदनर्थयोज જયા મહેતવયથાનમ (લલિતવિસ્તરા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org