________________
ગાથા–૨૩
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૭૩ :
પ્રશ્ન:- અંગાર કર્મ વગેરે અતિચારો કયા વ્રતમાં છે? જે ખરકમ બતમાં હોય તે વ્રત અને અતિચારમાં કશે ભેદ પડતું નથી. કારણ કે આ અતિચારે ખરકમ રૂપ છે.
ઉત્તર- અંગાર કર્મ વગેરે ખરકમ રૂપ જ છે. આથી કર્મ સંબંધી વ્રત લેનારે અંગારકર્મ આદિનો ત્યાગ કરે જોઈએ. અનુપયોગ, અજ્ઞાનતા આદિથી થઈ જાય તે અતિચાર લાગે. પણ જે જાણીને કરે તે વ્રત ભંગ જ થાય. (૨૨) ત્રીજા ગુણવ્રતનું સ્વરૂપઃ
तहणत्थदंडविरई, अण्णं स चउब्धिहो अवज्झाणे। पमयायरिये हिंसप्पयाणपावोवएसे य ॥ २३ ॥ ત્રીજું ગુણવ્રત અનર્થદંડ વિરતિ છે. અનર્થદંડના અપયાન, પ્રમાદાચરણ, હિંસાપ્રદાન અને પાપોપદેશ એમ ચાર ભેદ છે. - જેનાથી આત્મા દંડાય તે દંડ. જીવહિંસાદિ પાપથી આત્મા દંડાય છે માટે જીવહિંસાદિ પાપ દંડ છે. દંડના અર્થદંડ અને અનર્થદંડ એમ બે પ્રકાર છે. અર્થ એટલે કારણું. અનર્થ એટલે કારણ વિના. કુટુંબપષણ તથા સવજીવનનિર્વાહ આદિ કારણથી જે પાપ કરવાં પડે તે અર્થદંડ. કારણ વિના જે પાપ થાય તે અનર્થદંડ. અહીં બતાવેલાં અશુભયાન વગેરે ચાર પાપોની જીવનનિવામાં જરૂર પડતી નથી એ પાપ વિના જીવનનિર્વાહ થઈ શકે છે. આથી અશુભધ્યાન વગેરે અનર્થદંડ છે. અપમાન આદિને અર્થ આ પ્રમાણે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org