________________
ગાથા-૨૬
૧ શ્રાવકધર્મ–પંચાશક
: ૮૫ ઃ
આંખથી જોયા વિના અને ચરવળા આદિથી પ્રમાર્જન કર્યું વિના ( કાર્યોત્સર્ગ આદિ માટે ) ભૂમિ આદિને ઉપચોગ કરવાથી (છા ન હોવાથી કે તેના પુણ્યથી બચી જવાથી) હિંસા ન થાય તે પણ પ્રમાદથી ( જીવરક્ષાની કાળજી ન હોવાથી ભાવથી હિંસા થવાથી) વાસ્તવિક સામાયિક કર્યું ન ગણાય. (૩૧૫) જે પ્રમાદી બનીને મારે સામાયિક કયારે કરવાનું છે –સામાયિકને કાળ કયો છે, મેં સામાયિક કર્યું કે નહિ તે યાદ ન રાખે, તેનું કરેલું પણ સામાયિક નિષ્ફળ જાણવું. (કારણ કે ધર્મનાં અનુષ્ઠાનનું મૂળ સ્મૃતિ છે. જેમ મૂળ વિના વૃક્ષ ન હોય તેમ મરણ વિના ધમનુષ્ઠાન પણ ન હોય.) (૩૧૬) સામાયિક કરીને તુરત પારે કે (વ્યાકુલ ચિત્તથી) ગમે તેમ અસ્થિરપણે કરે તે સામાયિક ઉપર બહુમાન ન હોવાથી સામાયિક શુદ્ધ થતું નથી.”(૩૧૭)
પ્રશ્ન – મનદુપ્રણિધાન આદિથી સામાયિક નિરર્થક બને છે. એને અર્થ એ થયે કે સામાયિકને અભાવ છે. અતિચાર મલિનતા રૂપ છે, જ્યારે મને દુપ્રણિધાન વગેરે સામાયિકના અભાવરૂપ છે આથી તેમને અતિચારો કેમ કહેવાય?
ઉત્તર તમારી વાત સત્ય છે. પણ અનુપયોગ આદિથી થઈ જાય તે અતિચાર રૂપ છે. (જાણીને કરે તો ભંગરૂપ છે.)
પ્રશ્ન- દ્વિવિધ-ત્રિવિધે (મન, વચન અને કાયાથી ન કરવું અને કરાવવું એ રીતે) સાવઘાં પ્રત્યાખ્યાન એ સામાયિક છે. મનદુપ્રણિધાન વગેરેમાં એને ભંગ થત હોવાથી સામાયિકનો અભાવ થાય છે. મન અસ્થિર હેવાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org