________________
: ૧૨૦ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૪૫
---
(૪) તમને સાકાળ જ એ અનુગદ્વારની ગાથામાં જે આવશ્યક શબ્દથી છ પ્રકારનું આવશ્યક વિવક્ષિત ન હોય તો પ્રતિક્રમણ કરનારા જ ગૃહસ્થ શ્રાવક કહેવાય, બીજા નહિ, એમ જે કહ્યું તે પણ અસત્ય છે. કારણ કે એ દૂષણ તો સાધુના પક્ષે પણ સમાન છે. તે આ પ્રમાણે – જે છ પ્રકારનું આવશ્યક કરે તે જ સાધુ કહેવાય, બીજા નહિ. આથી કારણ આવે તો જ પ્રતિક્રમણ કરનારા મધ્યમ તીર્થકરના સાધુઓ સાધુ ન કહેવાય. પણ તેમ છે નહિ. કદાચ તમે કહેશે કે અનુગદ્વારની એ ગાથા અંતિમ તીર્થકરના સાધુઓને ઉદ્દેશીને કહી છે, તે જણાવવાનું કેતેમ હોય તો પણ એ ગાથા શ્રાવકના છ આવશ્યકેનું પણ સૂચન કરનારી છે એમ માનવામાં કઈ દોષ નથી.
પ્રશ્ન - છ આવશ્યક અતિચારની શુદ્ધિ (-પ્રાયશ્ચિત્ત) રૂપ છે. નિશીથ વગેરે ગ્રંથમાં આલેચના વગેરે દશ પ્રકારે અતિચારની શુદ્ધિ બતાવવામાં આવી છે. પણ તે સાધુઓને ઉદેશીને છે. શ્રાવકોને ઉદ્દેશીને એકપણ પ્રકારની શુદ્ધિ બતા
લે અને આપે, પણ સંદેશ લઈ જનાર વગેરે ન સમજે તે રીતે સાંકેતિક શબ્દોમાં આલેચના વગેરે લે અને આપે તે આજ્ઞા વ્યવહાર. (૪) ધારણાઃ- ગુરુએ કરેલ આલોચનાદિ વ્યવહારને ધારી રાખનાર શિષ્ય ગુરુના સ્વર્ગવાસ પછી જે આલેચનાદિ વ્યવહાર કરે તે ધારણ વ્યવહાર. (૫) જીત - આગમમાં ન કહ્યું હોય, પણ અશઠ ઘણા ગીતાર્થોએ આચર્યું હોય તે છત વ્યવહાર. શ્રાવકોનું પ્રતિક્રમણ અશઠ ઘણું ગીતાર્થોની આચરણ રૂપ હોવાથી જીવ્યવહારથી પણ સિદ્ધ થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org