________________
: ૧૧૮
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૪૫
“સાધુએ અને શ્રાવકે દિવસના અને રાત્રિના અંતે અવશ્ય કરવું જોઈએ માટે તેનું આવશ્યક નામ છે.”
આ પ્રમાણે અનુગદ્વારની ગાથામાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું વિધાન કર્યું છે એમ કહેવું તે પણ બરાબર નથી. કારણ કે ત્યાં આવશ્યક શબ્દને અર્થ છે આવશ્યક રૂપ પ્રતિક્રમણ નહિ, હિતુ ચિત્યવંદન આદિ છે. જે અવશ્ય કરવા યોગ્ય છે તે આવશ્યક કહેવાય છે. શ્રાવકને જિનપૂજા, જિનચંદન વગેરે અવશ્ય કરવા ગ્ય છે. જે શ્રાવકને છ આવશ્યક (પ્રતિક્રમણ) અવશ્ય કરવાનું કહ્યું હોય તે જે શ્રાવક છ આવશ્યક કરે તે જ શ્રાવક કહેવાય. પણ તેમ છે નહિ. કારણ કે સામાયિક-પ્રતિક્રમણ નહિ કરનાર અવિરતિ સમ્યગ્દષ્ટિને પણ શ્રાવક કહેવામાં આવે છે. આ પ્રમાણે શ્રાવકને પ્રતિક્રમણ કરવું એગ્ય નથી.
ઉત્તરઃ- (૧) ઉપાસક દશાંગ વગેરેમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું નથી એમ જે કહ્યું તે ખોટું છે. જે કે ઉપાસકદશાંગ વગેરેમાં કહ્યું નથી, પણ અનુગદ્વારમાં શ્રાવકને પ્રતિક્રમણ કરવાનું કહ્યું છે. તે આ પ્રમાણે– जं इमं समणे वा समणी वा सावए वा साविया था तश्चित्ते तम्मणे जाव उभओ कालं छविहं आवस्सयं करे ति से तं સ્ટોત્તર' માાવર તિ=“ સાધુ કે સાધ્વી, અથવા શ્રાવક કે શ્રાવિકા તેમાં ચિત્તવાળા થઈને, તેમાં તન્મય થઈને, તેની વેશ્યાવાળા બનીને, તેના અધ્યવસાયવાળા થઈને, તેના અર્થનો ઉપયોગ રાખીને, તેમાં રહરણ મુહપત્તિ વગેરે ઉપકરણોને વિધિપૂર્વક ઉપયોગ કરીને, તેની ભાવનાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org