________________
: ૧૩૪ : ૧ શ્રાવકધર્મ–પંચાશક ગાથા-૪૭-૪૮-૪૯
s
અથવા ક્ષણલાભદીપનાને અર્થ આ પ્રમાણે છે:- ક્ષણલાભ, દીપજ્ઞાત અને દ્વીપજ્ઞાતની વિચારણા કરવી. ક્ષણલાભના બે અર્થ થાય છે, જે ઉપર જણાવી દીધા છે. દીપજ્ઞાત એટલે દીપકનું દષ્ટાંત. તે આ પ્રમાણે –
अधयारे महाघोरे, दीवो ताणं सरीरिणं । एवमन्नाणतमिस्से, भीसणम्मि जिणागमो ।
(ઉત્તરા૦ ૯૦૬) “જેમ અંધકારમાં દીવ છાનું રક્ષણ કરે છે તેમ અજ્ઞાન રૂ૫ ઘેર અંધકારમાં જિનેશ્વરએ કહેલાં આગમો છોનું રક્ષણ કરે છે.” દ્વીપનું દષ્ટાંત આ પ્રમાણે છે–
दीवो ताणं सरीरिणं, समुद्धे दुत्तरे जहा। धम्मो जिणिदपन्नत्तो, तहा संसारसागरे॥
જેમ હુસ્તર સમુદ્રમાં દ્વીપ છાનું રક્ષણ કરે છે તેમ સંસારરૂપ સમુદ્રમાં જિનેશ્વરએ કહેલો ધમ જીવોનું રક્ષણ કરે છે.”
(૭) વિવિધ ધર્મગુણ સંબંધી વિચારણા કરવી, એટલે કે ધર્મથી થતા આ લોક અને પરલોક સંબંધી વિવિધ લાભની વિચારણા કરવી. કહ્યું છે કે
श्रुतिगम्यं फलं तावत् , स (१ स्व) धर्मस्य शिवादिकम् । સામાન્યથ તુ, સાક્ષાવાનુભૂયતે |
* પ્રાકૃત રીવાઇ પદમાંથી સંસ્કૃત રીતે અને કvજ્ઞાને એમ બે શબ્દો થઈ શકે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org