________________
ગાથા-૩૬-૩૭-૩૮ ૧ શ્રાવકધર્મ-પંચાશક : ૧૦૭ :
तम्हा णिचसत्तीए, बहुमाणेणं च अहिगयगुणम्मि । पडिवक्खदुगंछाए, परिणइआलोयणेणं च ॥ ३६ ।। तित्थंकरभत्तीए, सुसाहुजणपज्जुवासणाए य ।। उत्तरगुणसद्धाए, य एत्थ सया होइ जइयव्वं ॥ ३७ ॥ एवमसंतो वि इमो, जायइ जाओ वि ण पडइ कयाई । ता एत्थं बुद्धिमया, अपमाओ होइ काययो ॥ ३८ ॥
નવમી ગાથામાં જણાવેલ વિધિથી સમ્યકત્વપૂર્વક વ્રતને સ્વીકાર કરતી વખતે સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો ન થયા હોય તે પણ સ્વીકાર કર્યા પછી ૩૬-૩૭ મી ગાથામાં કહેવાશે તે પ્રમાણે પ્રયત્ન કરવાથી પરિણામ થાય છે. કારણ કે પરિણામોને રોકનારા કર્મો સેપક્રમ છે. વિશિષ્ટ પ્રયત્ન એ કર્મોનો ઉપક્રમ (ક્ષયોપશમ) કરવાના સ્વભાવવાળે છે. વ્રતો ગ્રહણ કરતી વખતે પરિણામે થયા હોય તો પણ તે પ્રયત્ન ન કરવામાં આવે તે અશુભકર્મના ઉદયથી સમ્યક્ત્વના અને વિરતિના પરિણામો નાશ પામે છે.
પ્રશ્ન - વ્રતના પરિણામો નાશ પામ્યા છે. એ શી રીતે જાણી શકાય?
ઉત્તર-અવજ્ઞા આદિ ચિહનાથી જાણી શકાય છે. વ્રતે, વ્રતનો ઉપદેશ આપનારા અને વતીઓની પ્રશંસા ન કરવી, અવજ્ઞા કરવી, વ્રતરક્ષણના ઉપાયે ન કરવા વગેરેથી વ્રતોના પરિણામે નાશ પામ્યા છે એમ જાણી શકાય છે. પ્રશ્નઃ- શું કઈ વિરતિના પરિણામો વિના પણ વ્રતો લે?
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org