________________
: ૧૦૬ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૩૫
લીધી હોવા છતાં તેને ઉપયોગ કરતી વખતે ત્રસ જીવોની રક્ષા માટે ફરી જઈને વાપરવી. આ રીતે અન્યત્રમાં પણ યતના સમજી લેવી.
(૫) વિષય:- વિષય એટલે વ્રતનું સ્વરૂપ વગેરે. જેમકે જીવાદિ તત્ત્વોની શ્રદ્ધા સમ્યક્ત્વ છે. આથી જીવાદિત સમ્યક્ત્વને વિષય છે. નિરપરાધી ત્રસ જીવેની સંકલ્પિત હિંસાને ત્યાગ પહેલું અણુવ્રત છે. આથી પહેલા વ્રતને વિષય સંકલ્પિત નિરપરાધી ત્રસજી વગેરે છે. | કુંભાર ચક્રના દંડની ઘટના- જેમ કુંભારચક્રના કોઈ એક ભાગમાં દંડથી પ્રેરણા કરવાથી– ચલાવવાથી તેના બધા ભાગો ભમે છે, અર્થાત આખું ચક્ર ફરે છે, તેમ અહીં સમ્યકત્વ અને અણુવ્રતના અતિચાર રૂપ એક ભાગનું નિરૂપણ કરવાથી તેના (વતના) ઉપાય વગેરે ભાગોનું પણ સૂચન થઈ જ ગયું છે. અહીં સંક્ષેપમાં કહેવાનું હોવાથી ઉપાય વગેરેનું વર્ણન કર્યું નથી. આથી તેમનું સ્વરૂપ આગમમાંથી જાણી લેવું. અથવા જેમ ચક્રનું ભ્રમણ દંડથી થાય છે તેમ ઉપાય વગેરેનું વિસ્તૃત જ્ઞાન આગમથી થાય છે. માટે ઉપાય વગેરે આગમમાંથી જાણું લેવાં. (૩૪)
સમ્યક્ત્યાદિના સ્વીકાર પછી તેના પરિણામોની સ્થિરતા માટે ઉપદેશगहणादुवरि पयत्ता, होइ असन्तो वि विरहपरिणामो । अकुसलकम्मोदयअ , पडइ अवण्णाइ लिंगामह ॥३५॥
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org