________________
: ૭૮ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨૫
સાવદ્યાગનું લક્ષણ આ પ્રમાણે છેઃ
कम्ममवज्जं जं गरहियंति कोहाइणो य चत्तारि । सह तेण जो उ जोगो पञ्चक्खाणं हवइ तस्स ॥
અ.વ. નિ. ૧૫૧ જે નિંદ્ય કાર્ય હોય તે અવદ્ય (પાપ) છે, અથવા ક્રોધાદિ ચાર કષાયે અવઘ છે. અવદ્યથી યુક્ત વ્યાપાર સાવ ગ છે. તે સાવદ્ય યોગનું પ્રત્યાખ્યાન થાય છે.”
જિનપ્રક્ષાલન આદિ કાર્યો ગહિંત ન હોવાથી સાવદ્ય નથી. આને ઉત્તર આ પ્રમાણે છે – (૧) જિનપ્રક્ષાલન વગેરે કાર્યો ગહિંત ન હોવાના કારણે સાવદ્ય નથી એમ માનવામાં આવે તો સાધુઓએ પણ જિનપ્રક્ષાલન આદિ કાર્યો કરવાં જોઈએ. કારણ કે સાધુ અને શ્રાવક માટે સાવદ્યની વ્યાખ્યા અલગ નથી. અર્થાત્ જે શ્રાવક માટે સાવદ્ય છે તે સાધુ માટે પણ સાવદ્ય છે. જે શ્રાવક માટે સાવદ્ય ન કહેવાય તે સાધુ માટે પણ સાવદ્ય ન કહેવાય. આથી જે કાર્ય સામાયિકવાળા ગૃહથથી થઈ શકે તે કાર્ય સાધુથી પણ થઈ શકે. (२) सामाइयंमि उ कर समणो इव साघओ हवइ जम्हा ।
पएण कारेणेण बहुलो सामाइयं कुज्जा ॥ (=“સામાયિક કરવાથી શ્રાવક સાધુના જે થાય છે. માટે બહુવાર સામાયિક ક૨વું.”) આ ગાથામાં સામાયિકવાળા શ્રાવકને સાધુ જે કહ્યો છે. સામાયિકમાં જિનપ્રક્ષાલન આદિ કરે તે સાધુની સાથે સામાન પણું શી રીતે ઘટે? કારણ કે સાધુઓને જિનપ્રક્ષાલન આદિ કરવાનો અધિકાર નથી. (૩) જિનપ્રક્ષાલન
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org