________________
ગાથા-૨૫
૧ શ્રાવકધર્મ-પચાશક
૮૧ :
જગ્યા પૂંજીને બેસે અને ગુરુને પ્રશ્નો પૂછે કે પાઠ કરે. જિનમંદિરમાં સામાયિક કરે તે પણ આ વિધિ સમજ, પૌષધશાળામાં કે ઘરમાં સામાયિક કરે તો બીજે જવાનું ન હોય. (આથી ઘરેથી જવા વગેરેનો વિધિ પણ ન હોય.) આ પ્રમાણે અલ્પ ધનવાળા શ્રાવક માટે સામાયિકને વિધિ કહ્યો. ધનાઢય શ્રાવક સર્વ પ્રકારના આડંબર સહિત સામાયિક કરવા જાય.
રાજા, શેઠ વગેરે ધનાઢય શ્રાવક માટે સામાયિકો વિધિ આ પ્રમાણે છે – રાજા હોય તો ઉત્તમ હાથી ઉપર બેઠેલો હોય, છત્ર, ચામર વગેરે રાજચિહ્નોથી અલંકૃત હોય, હાથી, ઘેડા પાયદળ અને રથ એ ચતુરંગ સૈન્યથી સહિત હોય, ભેરી આદિ ઉત્તમ વાજિંત્રને નાદ થતો હોય, બંદીજને બિરુદાવલી ગાતા હોય, અનેક સામંત રાજાઓ અને માંડલિક રાજાઓ સ્પર્ધાપૂર્વક રાજાના દર્શન કરતા હોય, નગરના લેકે “આ મહાન ધર્માત્મા છે” એવી શ્રદ્ધાપૂર્વક આંગળીથી બીજાઓને રાજાનું દર્શન કરાવતા હોય, નગરના લોકે “ આપણે પણ આ ધર્મ ક્યારે કરીશું ” એમ ધર્મના મનેર કરી રહ્યા હોય, રાજા પણ નગરલકાના અંજલિબદ્ધ પ્રણામોની અમેદના કરતો હોય, “ અહો ! આ ધર્મ ઉત્તમ છે, જેની રાજા જેવાએ પણ આરાધના કરે છે.” એ પ્રમાણે સામાન્ય લોકો ધર્મપ્રશંસા કરતા હોય,
* કાઉંસનું લખાણ યોગશાસ્ત્રના આધારે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org