________________
: ૬૨ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨૧
બીજે કોઈ ગયો હોય તો તે જે વસ્તુ લાવ્યા હોય તે વસ્તુ નહિ લેવી જોઈએ. અથવા ભૂલી જવાથી સ્વયં જાય તે ત્યાંથી કઈ વસ્તુ નહિ લેવી જોઈએ. (ખ્યાલ આવ્યા પછી પણ આગળ જાય, બીજાને મેકલે, કે નિયમ બહારની વસ્તુ લે તો નિયમ ભંગ થાય.) આ પ્રમાણે છઠ્ઠા વ્રતના અતિચારનું વર્ણન પૂરું થયું. (૨૦) બીજા ગુણવ્રતનું સ્વરૂપ –
बज्जणमणतगुबरिअच्छंगाणं च भोगओ माणं । कम्मयओ खरकम्माइयाण अवरं इमं भणियं ॥२१॥
બીજું ગુણવ્રત ઉપગ-પરિભોગ પરિમાણ છે. તેના ભજન સંબંધી અને કર્મસંબંધી એમ બે ભેદ છે. ઉપભેગ-પરિભેગની વસ્તુઓનું પરિમાણ તે ભજન સંબંધી ઉપભેગ–પરિગ પરિમાણ વ્રત છે. ઉપભેગ–પરિગની વસ્તુઓને મેળવવાના ઉપાયનું-ધંધાનું પરિમાણ તે કર્મ સંબંધી ઉપભેગ–પરિગ પરિમાણ વ્રત છે. અનંતકાય, ઉર્દુબરજ પંચક, મધ, માંસ, મધ, માખણ વગેરે વિશિષ્ટ ભેગસામગ્રીને ત્યાગ કરે કે તેનું પરિમાણ કરવું તે ભજન સંબંધી ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત છે. કૂર માણસે કરી શકે તેવા કોટવાલપણું વગેરે આજીવિકાના ઉપાયોનો તથા પંદર કર્માદાન વગેરેનો ત્યાગ તે કર્મ સંબંધી ઉપભેગ-પરિગ પરિમાણ વ્રત છે.
* ઉદુબર, વડ, પ્લેક્ષ, ઉબર અને પીપળે એ પાંચ જાતિનાં વૃક્ષનાં ફળો ઉર્દુબરપંચક છે. તેનાં ફળ કૃમિથી ભરેલાં હોય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org