________________
: ૭૦ :
૧ શ્રાવકધર્મ–પંચાશક
ગાથા-૨૨
સમયસર માલ લેવા આવશે એમ વિચારી તે લોકે હાથી વગેરે પ્રાણીઓને મારીને દાંત વગેરે તૈયાર રાખે તથા તૈયાર રાખેલા માલને લેવાથી તેઓ જીને વધ કરીને નવે માલ મેળવવા મહેનત કરે. આથી દાંત વગેરેના મૂળ ઉપાઇકો-સંગ્રાહકો પાસેથી માલ લેવાથી આ અતિચાર લાગે. પણ વેપારી પાસેથી લેવાથી અતિચાર ન લાગે.
લાક્ષાવાણિજ્ય - લાક્ષા એટલે લાખ. લાખના રસમાં કીડા ઉત્પન્ન થતા હોવાથી શ્રાવકે તેને વેપાર નહિ કરો જોઈએ. લાખના ઉપલક્ષણથી જેમાં બહુ હિંસા થાય તેવી મન:શીલ, ગળી, ધાતકી, ટંકણખાર વગેરેને વ્યાપાર પણ ન કરવો જોઈએ. ટંકણખાર અને મન:શીલ ત્રસજીના ઘાતક છે. ગળી બનાવવામાં અનેક જીવોની હિંસા થાય છે. ધાતકીનાં પાંદડાં, ફૂલ વગેરેમાંથી દારૂ બને છે, તેના રસમાં કડા ઉત્પન્ન થાય છે. આથી આ વસ્તુઓનો વેપાર પાપનું ઘર છે.
રસવાણિજય - માખણ, ચરબી, મધ, દારૂ વગેરે સેને વેપાર રસવાણિજ્ય છે. માખણ છાશથી છૂટું પડતાં તેમાં અંતમુહૂર્તમાં જ અસંખ્ય સંભૂમિ છે ઉત્પન્ન થાય છે. મધ અને ચરબી જીવહિંસાથી ઉત્પન્ન થાય છે. દારૂ નશો કરે છે. આથી દારૂ પીધેલા લોકો બીજાને મારી નાખે છે કે બીજાઓ સાથે મારામારી, ફલેશ-કંકાસ આદિ કરે છે. આથી દારૂથી અનેક અનર્થો થાય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org