________________
૧ ૬૬ :
૧ શ્રાવકધર્મ-પંચાશક
ગાથા-૨૨
- (૩) અ૫કવ આહાર – અનિથી નહિ પકાવેલું અપકવ કહેવાય અનાગથી અપક્વ આહાર કરવાથી અતિચાર લાગે.
પ્રશ્ન- નહિ પકાવેલો આહાર સચિત્ત હોય તે પ્રથમ અતિચારમાં તેને સમાવેશ થઈ જાય છે. હવે જે તે અચિત્ત હોય તે કઈ જાતનો દોષ લાગતો નથી. આથી અપક્વ અતિચાર કહેવાની જરૂર નથી.
ઉત્તર – વાત સાચી છે. પણ પ્રથમના બે અતિચાર સચિત્ત કંદ, ફલ વગેરે સંબંધી છે. બાકીના ત્રણ અતિચારો ચોખા આદિ અનાજ (ધાન્ય) સંબંધી છે. આમ અતિચારોને વિષય ભિન્ન હોવાથી અતિચાર ભિન્ન છે અથવા કણિક, દાળ વગેરે સચિત્ત અવયવોથી મિશ્ર હોવાને સંભવ હોવા છતાં આ તે પીસાઈ ગયેલું કે ખંડાઈ ગયેલું હોવાથી અચિત્ત છે એમ માનીને કાચી કણિક વગેરે વાપરે તે અતિચાર લાગે.
(૪) દુષ્પક્વ આહાર- બરાબર નહિ પકાવેલ આહાર દુપકૂવ કહેવાય, બરોબર નહિ શેકેલા ઘઉં, મગ વગેરના દાણા સચિત્ત અવયથી મિશ્ર હોવાનો સંભવ હોવા છતાં આ તો શેકાઈ ગયેલું હવાથી અચિત્ત છે, એમ માનીને પક્વ આહાર કરે તો અતિચાર લાગે.
(૫) તુચ્છ આહાર - જેનાથી વિશેષતૃપ્તિ ન થાય -પેટ ન ભરાય તેવો આહાર તુચ્છ છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org