________________
ગાથા ૨૨
૧ શ્રાવકધર્મ-પંચાશક
: ૬૫ :
-
-
-
બાવકે મુખ્યતયા ભેજનમાં અચિત્ત આહાર લેવો જોઈએ અને કર્મમાં (=વ્યવસાયમાં) અ૫ પાપવાળો વ્યવસાય કરે જોઈએ. આ દષ્ટિએ ભજનમાં પાંચ અને કર્મમાં પંદર અતિચારો છે.
(૧) સચિત્ત આહાર- સચિત્ત એટલે જીવસહિત. કંs, ફળ વગેરે સચિત્ત વસ્તુ વાપરવાથી અતિચાર લાગે.
પ્રશ્ન - સચિત્ત ત્યાગી સચિત્ત આહાર કરે તો નિયમભંગ જ થાય. તે અહીં તેને અતિચાર કેમ કહ્યો?
ઉત્તરઃ- સહસા, અનુપયોગ કે અતિકામ આદિથી ચિત્ત આહાર કરે તે વ્રતસાપેક્ષ હેવાથી અતિચાર ગણાય. જે જાણી જોઈને સચિત્ત આહાર કરે તે વ્રતભંગ જ થાય. આ સમાધાન હવે કહેવામાં આવશે. તે સચિત્ત સંબદ્ધ આદિ ચાર અતિચારો વિષે પણ સમજવું.
(૨) સચિત્તસંબદ્ધ આહાર- સચિત્ત વસ્તુ સાથે જોડાયેલી અચિત્ત વસ્તુ સચિત્ત સંબદ્ધ કહેવાય. જેમ કે-અચિત્ત વૃક્ષમાં રહેલ અચિત્ત ગુંદર, પાકાં ફળો વગેરે. (પાકાં ફળોમાં બીજ સચિત્ત છે અને ગર્ભ વગેરે અચિત્ત છે.) આવી વસ્ત અનાભોગ આદિથી વાપરે તો અતિચાર લાગે. અથવા ખજારનો ઠળિયે સચિત્ત હોવાથી ફેંકી દઈશ અને એનો ગર્ભ અચિત્ત હોવાથી ખાઈ જઈશ એમ વિચારી પાણી ખજૂર મોઢામાં નાખે તે સચિત્તસંબદ્ધ અતિચાર લાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org