________________
: ૫૮ :
૧ શ્રાવકધમ–પંચાશક
ગાથા-૧૮
(૫) કુય પ્રમાણુતિક્રમ:- કુખ્ય એટલે ઘરમાં ઉપવેગી ગાદલાં, ગોદડાં, થાળી, વાટકા, કથરોટ વગેરે સામગ્રી. તેના પરિમાણનું ભાવથી પર્યાયાંતર કરીને ઉલંઘન કરવાથી અતિચાર લાગે છે. તે આ પ્રમાણે - કેઈએ દશ કથરોટ (પરાત)થી વધારે કથરોટ ન રાખવાનો નિયમ લીધે. કારણસર કથરેટે ડબલ થઈ ગઈ. આથી વ્રતભંગના ભયથી બધી કથરોટે ભંગાવીને બે બે કથરટેની એક એક મેટી કથરોટ કરાવી નાખી. આમ કરવામાં સ્થૂલદષ્ટિએ સંખ્યા વધતી નથી, પણ પરમાર્થથી સંખ્યા વધે છે. કારણ કે એ સંખ્યા સ્વાભાવિક નથી, કિંતુ ફેરફાર કરીને કરેલી છે. આમ ભંગાભગ રૂપ હોવાથી અતિચાર લાગે. કેટલાક કહે છે કે ભાવ એટલે તે વસ્તુનું અથાણું તે વસ્તુને લેવાની ઈચ્છા. નિયમ કર્યા પછી નિયમથી વધારે કથરોટ કોઈ આપે, અગર પિતાને જરૂર પડે, તે બીજાને કહી દે કે, અમુક સમય પછી હું એ લઈશ, આથી તે વસ્તુ તમારે બીજાને આપવી નહિ. આમ કરવામાં બહાદષ્ટિએ સંખ્યામાં વધારે થયે નથી, પણ પરમાર્થથી નિયમથી વધારે લેવાના ભાવ=પરિણામ થયા હોવાથી સંખ્યાને વધારો થયો છે. આથી અતિચાર લાગે.
પ્રશ્ન- પરિગ્રહના નવ પ્રકાર હોવાથી અતિચાર નવ થાય, જ્યારે અહીં પાંચ જ કહ્યા છે તેનું શું કારણ?
ઉત્તર- સમાન હવાથી ચાર ભેદના પાંચ ભેદે માં સમાવેશ થઈ ગયો છે. તથા શિષ્યહિત માટે પ્રાયઃ બધા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org