________________
સમય માત્રનો પણ પ્રમાદ કર્તવ્ય નથી
સાધુસાધ્વીજી કલ્યાણનાં જે પુદ્ગલો ફોરવે છે તે કદમાં મોટાં હોય છે, તેને જગ્યાની વિશેષ જરૂર પડે છે. ઉપાધ્યાયજીએ ફોરવેલાં કલ્યાણનાં પરમાણુઓ તેનાં કરતાં વિશેષ સૂક્ષ્મ અને વિશેષ શુદ્ધ હોય છે, કારણ કે ઉપાધ્યાયજીનું આરાધન અને આજ્ઞાધીનપણું સાધુસાધ્વીજીનાં આરાધન અને આજ્ઞાધીનપણા કરતાં વિશેષ અને ઊંડું હોય છે. આ સૂક્ષ્મતાને કારણે સ્કંધો જગ્યા થોડી ઓછી રોકે છે. બીજી રીતે કહીએ તો સમાન સંખ્યાના પુદ્ગલ પરમાણુઓ હોય તો પણ ઉપાધ્યાયજીનાં પરમાણુઓને રહેવા માટે ઓછી જગ્યાની જરૂર પડે છે. એ જ રીતે આચાર્ય, અરિહંત તથા સિદ્ધપ્રભુનાં ફોરવેલાં પરમાણુઓના સ્કંધો વિશેષ વિશેષ શુધ્ધ અને વિશેષ વિશેષ સૂક્ષ્મ થતાં જતાં હોવાથી ક્રમથી ઓછી જગ્યા રોકે છે. કેવળી ભગવાન જ્યારે કેવળી સમુદ્ધાત કરે છે ત્યારે તેમનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધમાં ફેરફાર થાય છે. તે વિશેષ સૂક્ષ્મ અને શુધ્ધ થઈ સિદ્ધનાં પરમાણુઓ બને છે. તે પછી કેવળીપ્રભુ સિધ્ધ થાય છે.
આ પ્રમાણે આજ્ઞારૂપી વિનયથી ભરપૂર બનેલા કલ્યાણનાં પરમાણુઓના વિવિધ સ્કંધને જ્યારે કોઈ જીવાત્મા ગ્રહણ કરે છે ત્યારે એ પરમાણુઓ તેના આઠ રુચક પ્રદેશ અને આઠ કેવળીગમ્ય પ્રદેશો સાથે અનુસંધાન કરે છે. આ અનુસંધાનથી જીવને આત્માનાં છઠ્ઠી પદનો મોક્ષનો ઉપાય છે તેનો સ્પષ્ટ અનુભવ થાય છે.
જીવ સદ્ગુરુનાં શરણને કેટલી નિષ્ઠા અને તીક્ષ્ણતાથી ગ્રહણ કરે છે તેના આધારે તેના પુરુષાર્થ કે પ્રમાદની માત્રા નક્કી થાય છે. એકનિષ્ઠાએ કલ્યાણનાં આ પરમાણુઓ જ્યારે જીવ ગ્રહણ કરે છે ત્યારે તે સમ્યક્ પુરુષાર્થી બને છે. અને તેમાં જ્યારે મંદપણું પ્રવર્તે છે ત્યારે તે જીવ પ્રમાદી બને છે. આવા પ્રમાદનો ત્યાગ કરી જીવે આત્મકલ્યાણ સાધવાનું રહે છે.
જીવ જ્યારે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે છે અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તે સદ્ગુરુનાં કલ્યાણભાવનાં પરમાણુથી બનેલા સ્કંધોને ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવાત્માને સદ્ગુરુનાં કલ્યાણનાં પરમાણુઓથી બનેલા કવચનું રક્ષણ મળે છે. આ કવચના પ્રભાવથી જીવને કર્મ બંધાવાનું જોર ઘટતું જાય છે, સાથે સાથે તેની કર્મની નિર્જરા કરવાની શક્તિ વધતી જાય છે. આ પ્રક્રિયામાંથી પસાર
૧૩