________________
કેવળી પ્રભુનો સાથ
આર્યાચરણ એટલે સદાચાર. આ સદાચારની માહિતી જીવને શ્રી ઉપાધ્યાયજી પાસેથી મળે છે. ઉપાધ્યાયજી જિનેશ્વર પ્રણીત અને આચાર્યજી આચરિત માર્ગને ગૂઢાર્થ સાથે સમજાવી જીવો પર ઉપકાર કરે છે. તેમને પ્રાર્થે છે કે,
અહો ઉપાધ્યાયજી! તમને ભક્તિભાવથી વંદન કરી વિનંતિ કરું છું કે મારા બંને બાહુનું રક્ષણ કરજો. ધર્મરૂપી શસ્ત્ર મારા હાથમાં આપી કર્મ સામે લડવા મને સમર્થ બનાવજો . જેથી ઘાતકર્મ સાથે સાથે સર્વ અઘાતી કર્મોથી ભયભીત ન થતાં, તેમને પણ હું ક્ષીણ કરી શકું.” કદાચિત આ યોગનો વિયોગ થાય તો તે જગ્યા પૂરવા જીવ માગે છે કે, “તે ન હોય તો જિનભક્તિમાં અતિશુધ્ધ ભાવે લીનતા સિવાય કંઈ નથી જોઇતું.” જો જગકલ્યાણ કરવાની ભાવના કાર્યરત ન હોય તો સ્વકલ્યાણના ભાવથી તો જરાપણ નિવર્તવું નથી, આવો નિશ્ચય હોવાથી જગતના મોહને મારીને આત્મશુદ્ધિના કાર્યમાં ગૂંથાયેલા લોકના સાધુસાધ્વીજી પ્રત્યે ઇચ્છા કરે છે કે, “નમો લોએ સવ્વ સાહૂણં.” “આખા લોકના સાધુસાધ્વીજી! તમને મારા ભક્તિભર્યા વંદન હો. તમે જગતના મોહને મારીને, જિનભક્તિમાં અતિશુધ્ધભાવે લીન થઈને, મોક્ષમાર્ગમાં ત્વરિત ગતિએ ચાલો છો. તો કૃપા કરી મારા બંને પગનું રક્ષણ કરી મને પણ તેવી તેજ ગતિથી એ માર્ગમાં ચલાવજો એવી વિનંતિ કરું છું. જેથી અઘાતી કર્મોના બંધનથી પણ હું બચી શકું.”
આ પ્રકારે મોક્ષમાર્ગમાં પૂર્ણતા ઇચ્છતો જીવ સૌથી ઉત્તમ અને જરૂરી એવા શૂન્યતા સહિતના જ્ઞાનદર્શનની ખીલવણીની માગણી, સર્વોત્તમ પદવીધારી શ્રી અરિહંત પ્રભુ પાસે કરે છે. જેમના આશ્રયથી ઘાતકર્મના ક્ષયની શરૂઆત થાય છે. તે પછી જીવ સિધ્ધભૂમિના આદર્શને આંબવા, શ્રી સિધ્ધભગવાનની સહાયથી સંતપુરુષના યોગને ઇચ્છે છે. તેના વિયોગમાં સ્વાર કલ્યાણક એવા ઉત્તમ સત્સંગના દાતા ગણધર પ્રમુખ આચાર્યજીને વાંદી, પ્રત્યક્ષ સગુરુના શરણ થકી અંતરાય
૧૭૪