________________
ૐૐ ગમય આણાય, આણાયું ગમય ૐ
“આત્મિક શુદ્ધિથી ૫૨માર્થિક સિદ્ધિ” ની સમજણ વખતે આપણે જોયું છે. આ માન્યતા આ રીતે ઊંડાણથી ઘર ઘાલી ગઈ હોવાથી તે જીવ જ્યારે સંજ્ઞી પંચેન્દ્રિય થાય છે ત્યારે એ સંજ્ઞા ભૂતકાળના અનુભવરૂપે તેને પરમાં સુખબુદ્ધિ કરવાની પ્રેરણા આપે છે. આ માન્યતાની સિદ્ધિ કરવા માટે એ જીવ જે જે પદાર્થ, વ્યક્તિ તથા જીવના સંપર્કમાં આવે છે, તેની પાસેથી સુખ મેળવવા સુખબુદ્ધિરૂપ માન્યતાનો ઉપયોગ કરી, “સુખ માટે ઝાંવા” નાખે છે. તે ભ્રમણ દરમ્યાન તેને સદેવ, સદ્ગુરુ તથા સત્કર્મનો સંપર્ક ભાગ્યે જ થાય છે. વળી, અન્ય વિભાવોમાં રહેલી તેની સુખબુદ્ધિને કારણે સત્ પ્રત્યેની સુખબુદ્ધિ મંદ અથવા નહિવત્ થઈ જાય છે. આ સુખબુદ્ધિને કારણે જીવ સંસારી પદાર્થનો મોહ કરે છે, જેનાથી મિથ્યાત્વ તથા અનંતાનુબંધી કષાય દ્વારા મોહને ભોગવે છે, અને તેમાં સુખ માને છે, પરિણામે અનંત સંસાર વધી જાય છે. અનંત સંસારને કારણે અનંત પ્રકારનાં દુ:ખનો ભોગવટો વધે છે. આમ સતત ચાલતા વિષચક્રથી છૂટાય કેવી રીતે? આત્મિક શુદ્ધિના કારણરૂપ માન્યતાને સત્ તરફ કેવી રીતે વાળવી જોઈએ ? શ્રી પ્રભુ આનું સૂક્ષ્મ જ્ઞાન આપે છે, જે શ્રી ગુરુ ૫૨મ કરુણા કરી, તેનું સ્થૂળરૂપ કરી આપણી મંદબુદ્ધિને સમજાવી સંતોષ આપે છે.
જીવ સંસાર પ્રત્યેની સુખબુદ્ધિ વેદતો હોય તેવા કાળે યોગાનુયોગે જો તેને સદ્ગુરુ કે સત્પુરુષનો સંપર્ક થાય, તેમનાં શાંત મુદ્રા, તથા સહજ સમાધિ જોતાં તેનાં મનમાં અચરજ થાય છે કે આ વ્યક્તિની વર્તના મારી માન્યતા કરતાં અલગ હોવા છતાં, તેમના ચહેરા પર મારા કરતાં ઘણું વધારે શાંતિનું વેદન જણાય છે. તે જ કાળે એની માન્યતા અનુસાર એની સુખબુદ્ધિની લાગણીને કારણે એ જીવને દુ:ખનું વેદન થાય છે. આ વેદન તેના આત્મિક સુખના વેદનના ધ્યેયની વિરુધ્ધ હોવાથી, એ જીવ સંસારની સુખબુદ્ધિ માટે નકાર વેઠે છે. તે સત્પુરુષની મુદ્રાની શાંતિને ઓળખે છે, આ ઓળખ તેને સંસારસુખની ભ્રાંતિરૂપ, સંસારની સુખબુદ્ધિનાં દુ:ખ પ્રત્યે વળાંક લેતાં વિરોધી સાધનો પ્રત્યેના પ્રશ્નના ઉત્તરરૂપ જણાય છે. આને લીધે તે જીવ એ સમય માટે પોતાની સુખબુદ્ધિની લાગણીને સંસારથી છોડાવી સત્પુરુષ પ્રતિ વાળે છે. આવી લાગણી થતાં એ જીવ એ સત્પુરુષનાં કલ્યાણરૂપ પરમાણુઓને પોતા તરફ
૨૯૩