________________
3ૐ ગમય આણાય, આણાયં ગમય ૐ
મંગલાણં ચ સવ્વર્સિ, પઢમમ્ હવઈ મંગલ – શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને આજ્ઞાધીન થવાના ભાવથી કરાયેલા નમસ્કાર સૌથી વિશેષ મંગલરૂપ છે. કેમકે
જ્યારે જ્યારે જીવ પ્રભુની આજ્ઞા પાળે છે ત્યારે ત્યારે તેની આજ્ઞાપાલનની શુધ્ધતાના પ્રમાણમાં તેની આત્મિક શુદ્ધિ તથા સુખના માર્ગમાં પ્રગતિ તથા સિદ્ધિ થાય છે અને
જ્યારે તે પરિપૂર્ણ કલંકરહિત આજ્ઞાપાલન કરે છે ત્યારે તે સનાતન શાશ્વત આત્મિક સુખને મેળવે છે. આમ આજ્ઞાપાલન સહિત શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને કરેલા નમસ્કાર પ્રથમ અર્થાત્ સર્વોત્તમ મંગલ છે. આ નમસ્કારના પ્રભાવથી આજ્ઞાના કિલ્લા થકી રચાયેલા કવચના ફરતી એક આગઝરતી ખાઈની રચના થાય છે, જેમાં નવાં આવતાં કર્મો બળીને ભસ્મીભૂત થઈ જાય છે. ઉપરાંત, પ્રભુની આજ્ઞામાં રહેવાથી જીવનમાં મસ્તક ઉપર સુરક્ષિત છાયા આપનાર છત્ર રચાય છે, જે આત્મસ્વરૂપનું સર્વાગી રક્ષણ કરી, જીવને એક સમય માટે પણ સ્વચ્છંદમાં જવા દેતું નથી.
આ રીતે આજ્ઞાપાલન કરવાના શુભ આશયથી શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને ઉત્તમ ભાવ સહિત વંદન કરવામાં આવે છે ત્યારે જીવને સંસાર સાગર તરવા નૌકા સમાન આસન પ્રાપ્ત થાય છે, આસનના ફરતો કર્મથી અભેદ્ય એવો કિલ્લો રચાય છે, કિલ્લાના ફરતી કર્મોને ભસ્મીભૂત કરતી આગઝરતી ઊંડી ખાઈની રચના થાય છે, અને તે કિલ્લાના ઉપરના ભાગમાં છત્રછાયાની રચના દ્વારા આત્માને કર્મપુદ્ગલની વર્ગણાથી સર્વથા સુરક્ષિત બનાવે છે.
આ રીતે જીવસમસ્ત માટે કલ્યાણભાવ સેવતા શ્રી પંચપરમેષ્ટિ ભગવંતને આજ્ઞાધીન થઈ નમસ્કાર કરવાથી, તેમના માટે ઊંડો સદ્ભાવ કરવાથી જીવ નિત્યનિગોદમાંથી છૂટી, સંક્ષીપંચેન્દ્રિયપણું પ્રાપ્ત કરી, અંતવૃત્તિસ્પર્શથી આધ્યાત્મિક વિકાસ શરૂ કરી સિદ્ધ થવા સુધીની આત્મિક સિદ્ધિ હાંસલ કરે છે. આવા ઉપકારી શ્રી પંચપરમેષ્ટિ પ્રભુ ત્રિકાળ જયવંત વર્તા! તેઓ સદાકાળ આપણા હૃદયમાં બિરાજમાન હો!
ૐ શાંતિઃ
૩૪૧