________________
કેવળી પ્રભુનો સાથ
પણ જ્યારે આજ્ઞાધીનપણું ચૂકે છે ત્યારે બળવાન યોગ થકી ઘણો કર્માશ્રવ પણ કરે છે.
સિદ્ધિ, સર્વોત્કૃષ્ટ - સર્વોત્કૃષ્ટ સિદ્ધિ કરવામાં જીવનો ચારિત્રમાં રહેવાનો પુરુષાર્થ આજ્ઞાધીન હોય છે. એનાં પરિણામે તે આત્મિક શુદ્ધિ સાથે વ્યવહારશુદ્ધિ જાળવી સર્વ અપેક્ષાએ શુદ્ધ થતો જાય છે.
સુખધામ - સુખને રહેવાનું સ્થળ. (મોક્ષ)
સુખબુદ્ધિ સુખબુદ્ધિ એટલે ક્ષણિક પદાર્થોની આસક્તિ. જીવ જે જે પદાર્થ, વ્યક્તિ તથા જીવના સંપર્કમાં આવે છે, તેને મેળવવામાં તથા ભોગવવામાં સુખ રહેલું છે તેવી માન્યતા.
-
સુધારસ - સુધારસ એ મુખમાં ઝરતો એક પ્રકારનો મીઠો રસ છે, તે આત્મસ્થિરતાનું સાધન ગણાય છે.
સ્વચ્છંદ – પોતાની મતિકલ્પનાથી કરેલા સારાસારના નિર્ણયો. સ્વયંજ્યોતિસ્વરૂપ – જ્યોતિ એટલે તેજ, સ્વયંજ્યોતિ એટલે પોતામાંથી પ્રગટતું તેજ, પોતાના તેજનો દેખાવ અર્થાત સ્વરૂપ એ જ સ્વયંજ્યોતિસ્વરૂપ. સ્વરૂપલીનતા/સ્વરૂપસ્થિરતા - પોતાનાં સ્વરૂપમાં સ્થિર થવું, એકાગ્ર બનવું.
યોગમાર્ગ પતંજલિએ બતાવેલો યોગને સાધ્ય કરવાનો રસ્તો.
–
જ્ઞાતાદેષ્ટા - માત્ર જાણનાર તથા જોનાર, જે જણાય કે જોવાય તેનો આત્મા પર પ્રત્યાઘાત પડવા ન દે તે જ્ઞાતાદૃષ્ટા.
જ્ઞાનમાર્ગ જ્ઞાન અર્થાત જાણકારીને પ્રાધાન્ય આપી, તેની મુખ્યતાએ આત્મા અન્ય ગુણો પ્રગટાવતો જાય તે.
૩૫૪