Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 377
________________ કેવળી પ્રભુનો સાથ વીતરાગતા, પરમ પૂર્ણ વીતરાગતા; જેમાં રાગનો, કષાયનો એક સમય માટે પણ આવિર્ભાવ થતો નથી. - વીતરાગતા, આશાપ્રેરિત આજ્ઞા મેળવવા તથા પાળવાની વિશુદ્ધિ વધારવાના હેતુથી વીતરાગતા વેદવી. આ વીતરાગતાથી જીવ સહજપણે કલ્યાણભાવ સેવતો જાય છે અને ગુણગ્રાહીપણાનો અઘરો પુરુષાર્થ આદરે છે. વીતરાગતા, કલ્યાણપ્રેરિત - ૫૨કલ્યાણના હેતુથી એટલે ઉચ્ચ પરકલ્યાણભાવથી વીતરાગતા વેદવી. - વીતરાગતા, મૈત્રીપ્રેરિત - લોકકલ્યાણના ભાવને મુખ્ય રાખી, પ્રેમભાવની ઉત્કૃષ્ટતાએ પહોંચવા માટે તથા કલ્યાણભાવનાં ધ્યેયથી વીતરાગતાની સ્થિતિ અનુભવવી. વીતરાગતા, વૈરાગ્ય પ્રેરિત - સંસારનો નકાર કરી, કર્મના ક્ષય પ્રતિ લક્ષ રાખી, કર્મના આશ્રવને મંદ ક૨વાના ધ્યેય સાથે વીતરાગ સ્થિતિનો અનુભવ કરવો. વીતરાગી સાથ સત્પુરુષોએ નિસ્પૃહભાવથી આપેલો કલ્યાણભાવવાળો સાથ. વ્યવહારશુદ્ધિ - વ્યવહારની પ્રવૃત્તિ કરતી વખતે અન્ય જીવ ઓછામાં ઓછા દૂભાય તથા હણાય તે માટે ઉપયોગપૂર્વક વર્તવું તે. શાતાવેદનીય, પરમાર્થ - આત્મા પોતાનાં સ્વરૂપમાં શાતા વેદે તે પરમાર્થ શાતાવેદનીય છે. શરણ - ઇષ્ટ આત્માની આજ્ઞા મેળવવા તેમનું કહ્યું કરવાના ભાવ સેવવા તે શરણ. ૩૫૨ શુક્લધ્યાન (અપ્રતિપાતિ) જે શુક્લધ્યાનમાંથી બારમા કદી પણ બહાર આવવાનું ન રહે ગુણસ્થાનના અંતથી આ ધ્યાન પ્રગટે છે. - શુક્લ સમય - શુક્લ એટલે શુધ્ધ. જે સમયમાં જીવ આત્મશુદ્ધિ વધારે છે તે શુક્લસમય છે. શુદ્ધિ - શુદ્ધિ એટલે આત્માની સ્વચ્છ પર્યાય તથા પરિણિત; અર્થાત્ આત્માને પુદ્ગલરહિત કરવાની પ્રક્રિયાથી બીજા પાંચ દ્રવ્યને પરિણમાવવા. શુદ્ધિ, આત્મિક- આત્મિક શુદ્ધિ એટલે આત્માને તેનાં પર લાગેલા કર્મનાં પરમાણુઓથી છોડાવવો. શુદ્ધિ, સર્વોત્કૃષ્ટ - શુદ્ધિ એટલે આત્મા કે જીવમાં ઉપજતા શુદ્ધ સ્વરૂપની વૃદ્ધિ. જે જીવ પરમાર્થે તથા વ્યવહારે આજ્ઞાધીન હોય છે તે સર્વોત્કૃષ્ટ શુદ્ધિ પામે છે. તે જીવ પોતાના પરમાર્થ લોભને અને પરમાર્થ સ્વચ્છંદને આજ્ઞાગુણ તથા આજ્ઞાચારિત્રમાં ફેરવે છે અને સહજતાએ કર્તાપણા તથા ભોક્તાપણામાં આજ્ઞાધીન બને છે. આ પુરુષાર્થમાં જીવ મોહ તેમજ સુખબુદ્ધિ બંને ક્ષય કરવામાં સફળ થાય છે. શ્રદ્ધા (ચતુરંગીયનું અંગ)- સાચા મોક્ષમાર્ગની જાણકારી આવ્યા પછી, આ માર્ગ સાચો છે, અને મારે પાળવો છે, એવા ભાવમાં આવવું તે શ્રદ્ધા. શ્રમ (ચતુરંગીયનું અંગ)- સદ્ધર્મમાં શ્રદ્ધા કર્યા પછી તેનું યથાર્થ પાલન કરવા માટે પુરુષાર્થ કરવો તે શ્રમ. શ્રુતિ (ચતુરંગીયનું અંગ)- મનુષ્યનું શરીર પ્રાપ્ત કરી સદ્ધર્મને સાંભળવાનો યોગ મળવો.

Loading...

Page Navigation
1 ... 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402