Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 375
________________ કેવળી પ્રભુનો સાથ બુદ્ધ - બોધ પામેલ, સમજણની પૂર્ણતા મેળવનાર. બોધરસ (વીતરાગનો) - બોધરૂપી અમૃત વીતરાગની વાણી. બોધસ્વરૂપ - યથાર્થ બોધની પ્રાપ્તિનો આરંભ. આ દશા શુક્લધ્યાનની વીસ મિનિટે પહોંચ્યા પછી શરૂ થાય છે. ભક્તિ - ભક્તિ એટલે આત્માએ એના કરતા ઊંચા આત્મા પ્રત્યે એક પ્રદેશથી શરૂ કરી, અનેક પ્રદેશોમાં વેદન કરી, રોમે રોમ અને સર્વ પ્રદેશનાં સર્વ ભાગ અને અનુભાગમાં એ આત્મા પ્રત્યે પ્રેમભાવ, અહોભાવ અને આજ્ઞાભાવ વેદવો. અથવા ભક્તિ એ પરમ વિનયવંત, પરમ યાચક અને પરમ શ્રદ્ધાળુ આત્માની, તેના આરાધ્યદેવ, ગુરુ અને ધર્મ પ્રત્યે વિશાળતા વ્યક્ત કરતી, અહોભાવથી નીતરતી; મનોયોગ, વચનયોગ અને કાયયોગથી ઉત્પન્ન થયેલી એવી આત્માની વિચારણા, વાણી અને આચરણા છે. ભક્તિ (ગુપ્ત) - ગુપ્ત ભક્તિ એટલે અત્યાર સુધી જે સંજ્ઞા આજ્ઞાની યથાર્થતાને પોતાના તર્કથી ચકાસતી હતી, તે જ સંજ્ઞા આજ્ઞાનાં ગૂઢ રહસ્યો અને ભેદજ્ઞાનમાં પોતાના તર્કને સમર્પિત કરે. ભક્તિ (૫૨મ) - ઉત્તમ ભક્તિ જેમાં ભક્તિના ગુણો ઉત્કૃષ્ટતાએ ખીલે છે. ભક્તિમાર્ગ - આ માર્ગમાં સન્દેવ, સદ્ગુરુ, સદ્ધર્મ તથા સત્શાસ્ત્રો માટે સાધકને અહોભાવ, પ્રેમભાવ, વિનયભાવ, શ્રદ્ધાભાવ, અર્પણભાવ તથા આજ્ઞાભાવ સતત વધતી માત્રામાં વેદાય છે. આ માર્ગ અસંશી તથા સંજ્ઞીપણામાં પહેલા ગુણસ્થાનથી શરૂ કરી પાંચમા ગુણસ્થાનના મધ્યભાગ સુધી મુખ્યતાએ વર્તે છે. ભાવિનયગમ નય – ભવિષ્યમાં શું થવાનું છે તેની નય અર્થાત અપેક્ષાથી જાણકારી મેળવવી. દેહ અને આત્માનું ભિન્નપણું ભેદશાન અનુભવવું. ભોક્તાપણું - ભોગવવાની પાત્રતા. જીવ કર્મ પણ ભોગવે છે, સ્વભાવ પણ ભોગવી શકે છે. ૩૫૦ - મધ્યસ્થતા તટસ્થપણું, અલિપ્તતા. કોઈ એક બાજુ ખેંચાઈ ન જવું. મનુષ્યત્વ/માનવપણું/માનવતા(ચતુરંગીયનું અંગ) - જ્યાં માનવી તરીકેના ગુણો ખીલ્યા હોય તે. મહાસંવ૨ - ઉદયગત કર્મો સામે સમસ્થિત તથા સમાધિસ્થ રહી પૂર્વકૃત કર્મોની અપૂર્વ નિર્જરા તથા નવાં કર્મોનો અપૂર્વ સંવર એકસાથે કરવો. આ માર્ગમાં જીવ ઉત્કૃષ્ટ સંવર તથા ઉત્કૃષ્ટ નિર્જરા એક જ સમયે કરી પોતાનાં કર્તાપણાના અને ભોકતાપણાના ભાવને એક જ સમયમાં સ્વભાવ તરફ વાળી સમાન ઉગ્રતાથી કર્મનો જથ્થો તથા સ્થિતિ છેદી પરમાર્થે વિકાસ કરે છે. - મહાસંવ૨ (આજ્ઞામાર્ગપ્રેરિત કલ્યાણપ્રેરિત) - આ માર્ગમાં જીવ સ્વપરકલ્યાણ આજ્ઞાધીન ચારિત્રની વિશુદ્ધિથી કરી, આજ્ઞાની સહાય લઈ મહાસંવર માર્ગનું ઉત્તમતાએ આરાધન કરે છે. આ માર્ગમાં જીવ શુદ્ધ આત્મિક ગુણાશ્રવને લક્ષ બનાવવાનું કામ પણ આજ્ઞાધીનપણે કરે છે. મહાસંવ૨ (કલ્યાણપ્રેરિત) આશયથી આચરેલો પરકલ્યાણના મહાસંવરમાર્ગનો

Loading...

Page Navigation
1 ... 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402