________________
પરિશિષ્ટ ૧
સમાધિ - આત્મસ્વરૂપમાં સ્થિરતા. સનાતન ધર્મ - જે ધર્મ ત્રણેકાળ રહેનાર છે, ત્રણે કાળ કલ્યાણ કરનાર છે તે સનાતન ધર્મ છે.
સમવાય - દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવ એ પાંચ સમવાય કહેવાય છે. એ પાંચે એકબીજાને સાનુકૂળ બને ત્યારે જ કર્મોદય થાય છે કે કોઈ કાર્ય થઈ શકે છે. સરળતા - જે વસ્તુ જેમ છે તેમ સત્ય સ્વરૂપે, અન્ય
વિભાવ કર્યા વિના સ્વીકારવી કે માન્ય રાખવી. સહજપદ/સહજસ્વરૂપ - આત્માનું મૂળ શુદ્ધ, કર્મરહિત સ્વરૂપ તે સહજપદ કે સહજસ્વરૂપ છે. એક વખત તે પદ પ્રાપ્ત કર્યા પછી સદાકાળ રહે છે. સાથ, કેવળ પ્રભુનો - કેવળ પ્રભુનો સાથ' જુઓ. સાથ, પ્રત્યક્ષ- ગુરુ કે સત્પરુષનો તેમની | વિદ્યમાનતા સાથેનો સાથ.
ભોગવવારૂપ ઉદિત કર્મ સામે સ્થિર રહેવું અને બને તેટલો કર્માશ્રવ અલ્પ કરવો એ છે “સંવર
માર્ગ'. સંવરપ્રેરિત નિર્જરામાર્ગ - જ્યારે જીવ વિપાક
ઉદયે સંવરમાર્ગમાં પુરુષના શબ્દો દ્વારા તેમનાં કલ્યાણભાવનો સ્પર્શ પામે છે ત્યારે તેને પરિભ્રમણ કરાવનાર પોતાનાં સત્તાગત કર્મથી છૂટવાની ઇચ્છા અતિ સૂકમપણે થાય છે. તેથી તે જીવ પોતાનાં અમુક સત્તાગત કર્મોની પ્રદેશોદયથી નિર્જરા કરે છે. આમ તેણે જે સપુરુષનું શરણું સંવર કરવા લીધું હતું, તે શરણ કર્મેન્દ્રિયના સાધનના સાથથી નિર્જરા પણ આપે છે. માટે આ માર્ગનું નામ છે ‘સંવર પ્રેરિત નિર્જરા માર્ગ'. સંવરપ્રેરિત મહાસંવર માર્ગ - મહાસંવર
(સંવરપ્રેરિત) જુઓ. સંજ્ઞા - સંજ્ઞા એ મનોયોગની વિશેષતા છે. સંજ્ઞા
ઇન્દ્રિય નથી, પણ ઇન્દ્રિય જનિત સર્વ ભાવોનું વિશેષતાએ પૃથક્કરણ કરવાનું સાધન છે. સંજ્ઞાથી જીવ ભૂત, વર્તમાન તથા ભવિષ્ય માટે તર્ક કરી શકે છે. તે બે પ્રકારે છેઃ ચૂળ તથા
સાથ, પરોક્ષ – ગુરુ કે સત્પરુષની અવિદ્યમાનતાના સંજોગમાં તેમનાં વચનો કે કલ્યાણનાં પરમાણુ દ્વારા મળતો સાથ.
સૂક્ષ્મ.
સાથ, વીતરાગી - વીતરાગ પ્રભુ તરફથી | નિસ્પૃહભાવે મળતો સાથ. સંવર (અકામ) - જે કામ કાર્ય જીવ અનિચ્છાપૂર્વક
કરતો નથી અને કર્તા થતો નથી. સંવર (સકામ) - જે કામ કાર્ય જીવ ઇચ્છાપૂર્વક
કરતો નથી અને કર્તા થતો નથી.
સિદ્ધિ - આત્માનું પંચાસ્તિકાય પર વિજયત્વ અને વર્ચસ્વ. પંચાસ્તિકાય ત્યારે જ પરાજય પામે છે જ્યારે આત્મા એનાં પરિણતિ, ચેષ્ટા અને યોગ અધ્યવસાયમાં શૂન્ય અને શુક્લ થાય છે. સિદ્ધિ, પરમાર્થિક - જીવને પરમાત્મા કે સિદ્ધ પ્રભુ
જેવી સિદ્ધિ મળતી જવી. તેમાં જીવ આત્મિક શુદ્ધિના ભાવ થકી અને બળવાન યોગની શક્તિથી કર્મની બળવાન નિર્જરા કરી શકે છે.
સંવરમાર્ગ - આ માર્ગમાં જીવ સકામ સંવર આરાધે
છે. જે કર્મની ભવસ્થિતિ પાકી ગઈ છે તેવા
૩૫૩