Book Title: Kevali Prabhuno Sath Volume 04
Author(s): Saryu Rajani Mehta
Publisher: Shreyas Pracharak Sabha

View full book text
Previous | Next

Page 370
________________ આશ્રવગુણ - આશ્રવગુણ થકી જીવ મુક્ત થવામાં સહાય કરે તેવાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે. આહાર - જીવ મન, વચન કે કાયાના યોગ(પાંચ ઇન્દ્રિય તથા સંજ્ઞા)ની સહાયથી કર્મ પુદ્ગલ પરમાણુ ગ્રહણ કરે છે તે તેનો સૂક્ષ્મ આહાર છે. જીવ મુખ દ્વારા સ્થૂળ આહાર કરે છે. આજ્ઞા - આશા એ મુખ્યત્વે જીવનાં પાંચ સમવાય, ઉદયગત કર્મ અને વર્તમાન શુદ્ધિ તથા સિદ્ધિને આધારે (તેના ગુરુ અથવા પ્રભુએ) આપેલી શીખામણ છે જેનાં પાલનથી આત્મા પ્રગતિ કરી શકે છે. આશા (અપૂર્ણ) - આત્મસુખની ઇચ્છા ઉપરાંત સંસારી શાતાના અભિલાષથી ગુરુ તથા પ્રભુની આજ્ઞામાં રહેવું. આજ્ઞા (આજ્ઞામાર્ગની) - છઠ્ઠા સાતમા ગુણસ્થાને આવ્યા પછી જે શુદ્ધિથી આજ્ઞા પાળી શકે તે આજ્ઞા માર્ગની આજ્ઞા પાળી કહેવાય. આજ્ઞા (નિર્વાણ) - શ્રેણિમાં રહી જીવ જે આજ્ઞાપાલન કરે છે તે નિર્વાણ માર્ગની આજ્ઞા પાળે છે, તેમાં વિશુદ્ધિ અને આજ્ઞાધીનપણું વધારે હોય છે. આજ્ઞા (પરમ) - આજ્ઞા મેળવવાનો અને પાળવાનો ઉત્તમ ભાવ તથા પ્રયત્ન - (કોઈ પણ અવસ્થાએ) તે પરમ આજ્ઞાનું પાલન. આજ્ઞા (પરા) - કેવળીપર્યાયનું આજ્ઞાપાલન. આજ્ઞા (પરિનિર્વાણ) - સિદ્ધાવસ્થાનું આજ્ઞાપાલન. આશા (પૂર્ણ) - માત્ર આત્મસુખની ઇચ્છાથી ગુરુ અને પ્રભુની આજ્ઞામાં રહેવું, તેમની ઇચ્છાએ પરિશિષ્ટ ૧ વર્તવું. બીજી રીતે કહીએ તો, પૂર્ણ આજ્ઞા એટલે જીવ વર્તમાનનાં શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનાહદ ધ્વનિ અથવા ૐૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે; અને મહદ્ અંશે કર્મની નિર્જરા કરે તે. ૩૪૫ આજ્ઞા (પૂર્ણાતિપૂર્ણ) - પૂર્ણાતિપૂર્ણ આજ્ઞા એટલે જીવ ત્રણે કાળનાં શુભાશુભ કારણો, સ્થિતિ, સંજોગ તથા ભાવમાં, શ્રી પ્રભુની આજ્ઞા અનાહદ ધ્વનિ અથવા ૐૐ ધ્વનિથી સાંભળી એ જ પ્રમાણે ભાવ, વાણી તથા વર્તન પ્રવર્તાવે. આજ્ઞાકવચ, પ્રત્યક્ષ સદ્ગુરુ - જીવ જ્યારે સદ્ગુરુનું શરણ ગ્રહણ કરે છે અને તેમની આજ્ઞાએ ચાલવાનો પુરુષાર્થ કરે છે ત્યારે તે સદ્ગુરુનાં કલ્યાણભાવનાં પરમાણુથી બનેલા સ્કંધોને ગ્રહણ કરે છે. તે દ્વારા તે જીવાત્માને સદ્ગુરુનાં કલ્યાણનાં પરમાણુઓથી બનેલા કવચનું (બખ્તરનું) રક્ષણ મળે છે. આજ્ઞાકવચ, સર્વ સદ્ગુર - ક્ષાયિક સમકિત લેવાની પ્રક્રિયા વખતે જીવ પંચપરમેષ્ટિ ભગવંતનાં કલ્યાણનાં પરમાણુઓ ગ્રહણ કરે છે ત્યારે તેમાં સદ્ગુરુને લગતાં પરમાણુઓ વધારે હોય છે. આથી તેનાં કર્મ પુદ્ગલનાં પરમાણુઓ ઉપર સર્વ સદ્ગુરુનું કવચ બને છે. પ્રત્યક્ષ સદ્ગુરુનાં કવચ કરતાં આ કવચ વિશેષ શક્તિશાળી તથા મજબૂત હોય છે. આજ્ઞાકવચ, સર્વ સત્પુરુષ - છઠ્ઠા ગુણસ્થાનની પ્રાપ્તિ વખતે જીવ સત્પુરુષની આત્મદશાથી આગળ વધ્યા હોય તેવા પરમેષ્ટિ પદના ધારક મહાત્મા પુરુષનાં કલ્યાણનાં પરમાણુઓના સ્કંધ

Loading...

Page Navigation
1 ... 368 369 370 371 372 373 374 375 376 377 378 379 380 381 382 383 384 385 386 387 388 389 390 391 392 393 394 395 396 397 398 399 400 401 402