________________
કેવળી પ્રભુનો સાથ
ઉત્તમ મહાસંવર કરે છે. જેને શ્રી પ્રભુ કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગ તરીકે ઓળખાવે છે.
આ પ્રદેશોદયમાં જ્યારે કલ્યાણ પ્રત્યે નિસ્પૃહતા આજ્ઞારૂપી જાદુથી ઉમેરાય છે ત્યારે એ પ્રદેશોદયમાં આજ્ઞામાર્ગ પ્રેરિત કલ્યાણ પ્રેરિત મહાસંવર માર્ગથી કર્મની નિર્જરા થાય છે. આ માર્ગની પ્રાપ્તિ અર્થે યોગની શુદ્ધિથી અને સિદ્ધિથી પરમ અભિસંધિજ વીર્યના કર્તા તથા ભોક્તા એવા પરમ શ્રી પ્રભુગુરુને કોટિ કોટિ વંદન હો.
સુખબુદ્ધિ એ મોહની જનની છે. મોહ એ પુદ્ગલરૂપ વિભાવની જનની છે, પુગલ એ સ્વભાવના અંતરાયની જનની છે, સ્વભાવના અંતરાય એ અશાતાની જનની છે, અને અશાતા એ દુ:ખની જનની છે. માટે જ્યાં સુખબુદ્ધિ છે ત્યાં દુ:ખ છે. આ જ કારણથી શ્રી પ્રભુએ સંસારને એકાંત દુઃખમય કહ્યો છે, જીવની સંસાર પ્રત્યેની સુખબુદ્ધિને કારણે સંસારનું બંધારણ તથા અસ્તિત્વ અનાદિ અનંત થાય છે.
જ્યાં મૂળમાં જ દુ:ખ છે ત્યાં એ મૂળથી ઉત્પન્ન થયેલા સંસારરૂપી ફળમાં દુ:ખ, દુ:ખ અને એકાંત દુઃખ જ હોય એ કંઈ અચરજની વાત નથી. અહીં વિચાર આવે કે આવી સુખબુદ્ધિ જીવને થાય છે શા માટે? જે સુખની પાછળ દુઃખનો અનુભવ જીવને સતત થતો રહે છે તે સુખબુદ્ધિની નિવૃત્તિ કેવી રીતે કરવી ?શ્રી પ્રભુ તથા ગુરુની કૃપાદૃષ્ટિથી આ ભેદનો ખુલાસો થાય છે.
આત્માનો મૂળભૂત ગુણ છે કે સુખ પ્રતિ આકર્ષાવું. એને લીધે એ અનાદિકાળથી ભોગવતો આવ્યો છે એવા નિત્યનિગોદનાં અત્યંત દુ:ખનાં વેદનને કારણે સુખ પોતામાં નથી, પણ પરમાં છે એવી માન્યતા પ્રતિ તે દોરાઈ જાય છે. આ માન્યતાને લીધે જ જીવ નિત્યનિગોદમાં, શ્રી કેવળ પ્રભુના સમુદ્યાત વખતે તેમના શુધ્ધ પ્રદેશ માટે અપેક્ષાએ ભક્તિભાવ કેળવે છે. આના ફળરૂપે એના કર્મનાં બંધનનાં પાંચ કારણો ગોળાપણામાંથી છૂટા થાય છે. પોતાના આ ભાવને જીવ વર્ધમાન કરે છે, ત્યારે શ્રી તીર્થકર પ્રભુનાં કલ્યાણક વખતે એને રુચક પ્રદેશની પ્રાપ્તિ થાય છે. આ પ્રકારની માન્યતા અને લાગણી એ જીવને દરેકે દરેક પગથિયે શુદ્ધિ તથા સિદ્ધિ આપે છે, જે
૨૯૨